અમદાવાદઃ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ જન્મભૂમિ પૂજન સંપન્ન થયું હતું. કોરોના વાઇરસને કારણે મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સાદાઈથી ભૂમિ પૂજન યોજાયું હતું. મુસ્લીમભાઈઓ પણ રામ જન્મભૂમિ પૂજનને લાઈવ નિહાળ્યું હતું.
મુસ્લીમભાઈઓએ રામમંદિર જન્મભૂમિ પૂજન કાર્યક્રમ ETV Bharat મોબાઈલ એપ પર નિહાળ્યો
સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના સમાચારો સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે ETV Bharat એપ્લિકેશન એક શ્રેષ્ઠ એપ છે. આજે 5 ઓગસ્ટના દિવસે રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમનો શિલાન્યાસ ETV Bharat મોબાઈલ એપ પર લાઈવ થયો હતો. રામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમને અમદાવાદ ભાજપના નેતા અને મુસ્લીમ સમાજના સામાજિક કાર્યકર્તાએ લાઈવ જોઇને ખુશી વ્યક્ત કરી હતી.
ભાજપના નેતા સુફી અનવર હુસેન શેખે કહ્યું હતું કે, ETV Bharat પર અમે રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ જોયો હતો. તે જોઈને ખૂબ જ ખુશી થઈ હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. હવે બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિ અંગેના વિવાદને સમાપ્ત થઈ ગયો છે અને હવે દેશ વિકાસ અને કલ્યાણ તરફ આગળ વધી રહ્યો છે.
સામાજિક કાર્યકર્તા ઇમ્તિયાઝ લંઘાએ જણાવ્યું હતું કે, ETV Bharat એ સોશિયલ મીડિયા માટે એક સારું પ્લેટફોર્મ છે અને ETV Bharat પર અમે ઘરે બેઠા અમારા મોબાઇલ ફોન પર આખો રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ જોયો હતો. આજે આખો દેશ ખુશ છે અમે એનું સ્વાગત કરીયે છીએ.