અમદાવાદ : શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા ગોપાલ નગર વિભાગ 2માં રહેતા કરશન ખંભાલીયા સાંજના સમયે જય ભોલે ભોજનાલય નજીક ઓટલા પર ખુરશીમાં બેઠા હતા, તે દરમિયાન તેમની જ રૂમમાં ભાડે(Tenant) રહેતો મૂળ રાજસ્થાનનો કિશન તેલી આવ્યો હતો, જેણે રૂમના ભાડાની રકમ બાબતે અથવા અન્ય કોઈ કારણોસર અદાવત રાખી તેની પાસે રહેલા છરા વડે પેટના ભાગે થતાં ગળાના ભાગે છરીના ઘા મારીને(Murder of a landlord in Ahmedabad) ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતા.
અમદાવાદમાં ભાડુઆતે કરી મકાન માલિકની હત્યા આ પણ વાંચો - Crime in Banaskatha: ખારી પાલડીના ગુમશુદા યુવકનો ભુતેડી પાસેથી દાટી દેવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર
સારવાર દરમિયાન થયું મોત -મકાનમાલિકને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગળાના ભાગે અને પેટાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેઓનું મૃત્યુ થયું હતું. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મૃતકને આરોપી કિશન પાસેથી રૂમનું ભાડું પણ લેવાનું બાકી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને તાત્કાલિક ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat Murder Crime 2022 : સુરતમાં નજીવી બાબતે મિત્રે કરી મિત્રની હત્યા