અમદાવાદઃ વિરાટનગરમાં થયેલી હત્યા મામલે હવે પોલીસની અલગ અલગ ટીમ તપાસ (Murder in Divyaprabha Society of Viratnagar) કરશે. સાથે જ પોલીસ ફરાર વિનોદ મરાઠીને શોધવા એક ટીમ સ્થાનિક વિસ્તારમાં તપાસ કરાવશે.
મકાનમાંથી દુર્ગંધ આવતા લોકોએ પોલીસને કરી હતી જાણ FSLની ટીમ જોડાઈ તપાસમાં -આ સિવાય સીસીટીવી અને કોલ ડિટેઈલ પરથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ (Police Invstigation in Murder Case) લેશે. આ તપાસમાં અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે. તો પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પત્નીને આડા સંબંધ હોવાની આશંકાના આધારે ફરાર વિનોદ મરાઠીએ હત્યા કરી હોવાની આશંકા છે.
4 લોકોની હત્યા થઈ હોવાની પોલીસને શંકા-શહેરના વિરાટનગરથી ચોંકાવનારા સમાચાર (Murder in Ahmedabad) સામે આવ્યા છે. અહીં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના (Murder in Divyaprabha Society of Viratnagar)એક જ ઘરમાંથી 4 લોકોના મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. મૃતકોમાં એક વૃદ્ધા, મહિલા સહિત 2 બાળકોનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, પ્રાથમિક તપાસમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ઘરના મોભી વિનોદ મરાઠીએ જ આ હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિનોદ મરાઠી અત્યારે ફરાર છે.
પોલીસે ઘરના મોભીની તપાસ શરૂ કરી આ પણ વાંચો-Olpad Youth Murder: ઓલપાડ દીહેણ ગામે ધુળેટીના દિવસે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
મકાનમાંથી દુર્ગંધ આવતા લોકોએ પોલીસને કરી હતી જાણ - આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના વિરાટનગરમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના (Murder in Divyaprabha Society of Viratnagar) મકાનમાંથી દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી તો મકાનમાંથી 4 મૃતદેહ મળી આવ્યા હતા. જોકે પોલીસ પણ આ હત્યા (Murder in Ahmedabad) છે કે આત્મહત્યા તેની તપાસ કરી રહી છે, પરંતુ આશિંક રીતે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ઘરના મોભી વિનોદ મરાઠીએ જ આ હત્યા કરી છે. જ્યારે આ હત્યા પાછળ ઘર કંકાશ જવાબદાર હોવાનું પોલીસના પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો-તૃષા હત્યા કેસ: સાતમાં દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થાય તેવો પ્રથમ કિસ્સો
પોલીસે ઘરના મોભીની તપાસ શરૂ કરી - પોલીસે સોસાયટીના ઘરમાં તપાસ (Murder in Ahmedabad) કરતા સોનલ મરાઠી, પ્રગતિ મરાઠી, ગણેશ મરાઠી અને સુભદ્રા મરાઠીના મૃતદેહ મળ્યા હતા. પોલીસ સૂત્રોએ તીક્ષ્ણ હથિયારથી મૃતકોની હત્યા થઈ હોવાની શક્યતા વ્યક્ત (Murder in Ahmedabad) કરી છે. જોકે, અત્યારે પોલીસ ઘરના મોભી વિનોદ મરાઠીની શોધખોળ કરી રહી છે. અત્યારે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. અગાઉ પણ વિનોદ મરાઠીને સાસુ સાથે ઝઘડો થતા છરી મારી હતી.