અમદાવાદ:અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે હત્યાની (Murder In Ahmedabad) ઘટનાને અંજામ આપ્યો હોવાની વિગત સામે આવી છે. હત્યાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં (Police rushed man within hours of count) ઝડપી હત્યાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ યુવકનો મૃતદેહ જોઈને ચોંકી ગઈ
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલ પાછળ એક અવાવરું મકાનમાં પથ્થર વડે મોઢું છૂંદી રાજકુમાર યાદવ નામના યુવકની કરપીણ હત્યા કરી હતી. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી નારોલ પોલીસ યુવકનો મૃતદેહ જોઈને ચોંકી ગઈ હતી. ત્યારબાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને ફરાર હત્યારાની શોધખોળ હાથ ધરી હતી.
નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપી ઝડપી પાડ્યો
નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપી શશીકાંત ઉર્ફે સતીશ રાઠોડની નારોલ અસલાલી હાઇવે પાસેથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપીએ પૈસાની લેતી દેતી મામલે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
મિત્ર સાથે રૂપિયાની લેતી-દેતી મામલે ઝગડો થયો હતો