અમદાવાદઃદીકરાની મોતનો (Ahmedabad Murder Case) બદલો લેવા માટે માતા-પિતા અને ભાઈએ એક પ્લાન બનાવીને યુવકને છરીના ઘા મારીને પતાવી દીધો હતો. જે મામલે અમદાવાદના અમરાઈવાડી (Ahmedabad Amraiwadi police) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ડિસેમ્બર માસમાં અમરાઇવાડી (Ahmedabad Amraiwadi pi) વિસ્તારમાં મૃતક નવલેશના ભાઈ ગીરીરાજ ઉર્ફે ગોપીએ આરોપીના પુત્ર કિરણ સોંલકીની હત્યા કરી હતી.. ગેસ સીલીન્ડરને લઈને થયેલા ઝઘડામાં પુત્રની થયેલી હત્યાનો બદલો લેવા માતા પિતા અને ભાઈએ ષડયંત્ર ઘડી નાંખ્યું હતું. દીકરાના હત્યારાનો ભાઈ નવલેશ ઘર નજીકથી પસાર થતો હતો ત્યારે છરીના ઘા ઝીંકીને હત્યા કરી. જે અંગેના CCTV સામે આવ્યા છે.
બદલો લેવા માટે પરિવારે એવું કારસ્તાન કર્યું કે, આખું કુટુંબ જેલમાં ગયું આ પણ વાંચોઃ GTU શરૂ કરી રહી છે નવો કોર્ષ, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ભણી શકશે ભારતીય સંસ્કૃતિ વિશે
ધરપકડ કરીઃઆ મામલે અમરાઈ વાડી પોલીસે આરોપી મિલન સોલંકી, પરેશ વણકર, નટુભાઈ સોલંકી તથા લક્ષ્મબેનની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. આ તમામ વ્યક્તિઓએ જાહેર યુવકને છરીના ઘા મારીને પતાવી દીધો હતો. મૃતક નવલેશ પરમાર શાકભાજીનો ધંધો કરતો હતો. તેનો ભાઈ ગિરિરાજ ઉર્ફે ગોપી હત્યા કેસમાં સેન્ટ્રલ જેલમાં છે. પોતાના દીકરા કિરણની હત્યા થઈ જતા માતા લક્ષમી અને પિતા નટુભાઈ સોલંકી આઘાતમાં હતા. જેથી ખૂનનો બદલો લેવા દીકરા મિલન સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ગોપીનો ભાઈ નવલેશ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મિલને પોતાના મિત્ર પરેશને બોલાવ્યો હતો.
બદલો લેવા માટે પરિવારે એવું કારસ્તાન કર્યું કે, આખું કુટુંબ જેલમાં ગયું આ પણ વાંચોઃ દ્વારકા જિલ્લામાં અષાઢી મેઘ મહેર, અનેક ગામો થયા પાણી પાણી
સાડીથી બાંધી દીધોઃનવલેશ પરમારની પાછળ છરી લઈને રોડ પર દોડાવીને હત્યા કરી હતી. એટલું જ નહીં નવલેશ ભાગે નહિ તે માટે લક્ષમીબેને એને સાડીથી બાંધી રાખ્યો અને મિલને છરીના ઘા ઝીકીને હત્યા કરી નાંખી હતી. પ્રત્યક્ષ દર્શીઓ જણાવતા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે કિરણની મોતનો બદલો લેવા માટે તેના ભાઇ મીલને ગીરીરાજના ભાઇ નવલેશની હત્યા કરી નાખી છે. કિરણની હત્યા માટે ગીરીરાજ જેલમાં છે જ્યારે હવે નવલેશની હત્યા માટે કિરણનો આખો પરિવાર જેલમાં જશે.