ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન કુંડ બનાવવાની કામગીરી શરૂ - ગણપતિ વિસર્જન કુંડ બનાવવાની કામગીરી શરૂ

અમદાવાદ: 2થી 12 સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશ મહોત્સવમાં ગણેશજીની માટીની નવ ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ તથા પીઓપીની પાંચ ફૂટથી વધારે મૂર્તિ બનાવવા પર પોલીસ કમિશ્નરે જ્યારે પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડ સિવાયના જળ સ્ત્રોતમાં વિસર્જન કરી શકાશે નહીં અને આ કૃત્રિમ કુંડ બનવાની શરૂઆત રિવરફ્રન્ટની બંને બાજુ થઈ ગઈ છે.

Ahmedabad

By

Published : Sep 2, 2019, 8:10 PM IST

10 દિવસ ચાલનારા આ મહોત્સવમાં ભગવાન ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને તે પછી સરઘસ કાઢીને નદી કે તળાવમાં પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવતું હોય છે. જેમાં કોર્ટના આદેશ મુજબ પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુસર પોલીસ કમિશ્નર દ્વારા જરૂર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન કુંડ બનાવવાની કામગીરી શરૂ

જેમાં નદી તળાવ સહિત કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યાએ તથા વેચાણ માટે મૂર્તિઓ રાખે છે તે જગ્યાની આજુબાજુમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવા કે કોઈ પણ મૂર્તિ રોડ પર જાહેરમાં ખુલ્લી જગ્યાએ રાખવા અને વધેલી મુર્તિઓ તથા ખંડિત મૂર્તિઓ અને બિનવારસી હાલતમાં મુકવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details