વર્ષ ૨૦૧૯ ના ચોમાસા પહેલા અમદાવાદ મહાનગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રયોગ કર્યો.અને આ વ્યવસ્થા પ્રયોગ હોવાની વાત ખુદ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડીગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ પોતે સ્વીકાર કરી રહ્યા છે.
અમદાવાદના તળાવને સાચવવામાં AMC નિષ્ફળ, નાના-મોટા અનેક તળાવ ખાલી - સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
અમદાવાદ: રાજ્યસરકારના જળસંચય અભિયાન હેઠળ ભરવામાં આવનારા તળાવો પૈકી હાલ શહેરમાં નાના-મોટા તમામ તળાવના તળિયા દેખાઈ રહ્યા છે. ૬૦ લાખની વસ્તી ધરાવતું અમદાવાદ શહેર, જ્યાં ભૂતકાળમા ૧૪૦ જેટલા તળાવ બનાવવામાં આવ્યા હતા, પણ સમય જતાં વિકાસના નામે શહેરના તળાવ બુરી દઈને ત્યાં વિસ્તાર વિકસવા લાગ્યા. પરિણામે તળાવના નામો નિશાન હાલ નથી. પણ જે ૧૦૦ તળાવ અમદાવાદ શહેરમાં આવેલા છે. તેને સાચવવા માટે પણ અમદાવાદ મહાનગરપાલિકા અસક્ષમ બની રહી છે.
વાસ્તવમાં અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના ખાલી તળાવ ભરવા માટે ૧૨ કરોડનો ખર્ચ કરીને STP એટલે કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભા કરવાનું આયોજન કર્યું અને તે સૌથી પહેલા વસ્ત્રાપુર તળાવ ખાતે ઉભું કરવામાં આવ્યું. પણ આ પ્લાન્ટ પણ વસ્ત્રાપુર તળાવની જમીન માટે નિષફળ નિવડવાના કારણે હાલ આ પ્લાન્ટ વધુ ક્ષમતાનો નાખવાનું અમદાવાદ મહાનગરપાલિકા આયોજન કરી રહ્યું છે. ન માત્ર વસ્ત્રાપુર તળાવ પણ શહેરના વટવા,ગોતા,જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા તળાવો પણ ભરવાનું આયોજન હતું. જે અમદાવાદ મહાનગરપાલિકા હાલ સુધી ભરી શક્યું નથી.