ચોમાસા દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે અને હલકી ગુણવત્તાના મટીરીયલને કારણે અમદાવાદ શહેરના રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. આવા સમયે શહેરના નાગરિકોને એ સમજાતું નથી કે શહેરના શિક્ષિત વિસ્તારો હોય કે અલ્પવિકસિત વિસ્તારો દરેક જગ્યાએ રોડની સ્થિતિ સરખી જ છે.
અમદાવાદના તૂટેલા રોડ-રસ્તાની સંપૂર્ણ જવાબદારી મારી જ છે: મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા - અમદાવાદ
અમદાવાદ: રાજ્યમાં વરસેલા વરસાદે મહાનગરોના તંત્રની પોલ ખોલી નાખી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરોના રોડ કમરતોડ બની ગયા છે. રોડ પરથી જનતા મુંગા મોઢે પસાર થઈ રહી છે અને એમ.સી સામે નારાજગી વ્યક્ત કરી રહી છે. રાજ્યમાં એક તરફ નવા ટ્રાફિક દંડ લાગુ પડવાની તૈયારીઓ થઈ રહી છે. જેના પર નાગરિકોને નારાજગી જોવા મળી રહી છે બીજી તરફ હવે શહેરમાં ઊબડખાબડ બનેલા રોડનો નવો જ વિવાદ સર્જાયો છે.
Ahemdabad
અમદાવાદના રોડની હાલત બિસ્માર છે. ત્યારે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર જણાવે છે કે, નવરાત્રીથી દિવાળી સુધીમાં બધા જ રોડ સરખા થઈ જશે. અને નગરજનોને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે અને તેની જવાબદારી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિષય અને જલ્દીથી તેને સરખા પણ કરી દેવામાં આવશે.