અમદાવાદઃ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદને કેન્દ્ર સરકારે કોરોના માટે હોટસ્પોટ જાહેર કર્યુ છે.. અત્યાર સુધી રાજ્યમાં 82 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાઈ ચુક્યા છે. જ્યારે મોત મામલે પણ અમદાવાદ ટોપ ઉપર છે.
ગુજરાતમાં 6 લોકો કોરોનાથી જીવ ગુમાવી ચુક્યા છે. ત્યારે અમદાવાદમાં જ 3 લોકોના જીવ કોરાનાને કારણે ગયા છે. જેના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા દ્વારા પોઝિટિવ કેસોના નામ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા દ્વારા પોઝિટિવ કેસોના નામ જાહેર કરવાનો નિર્ણય કરાયો ના લીધે મ્યુનિસિપલ કમિશ્નરે એક અગત્યનો નિર્ણય લીધો છે. તેમણે કોરોના વાઇરસના તમામ દર્દીઓના નામ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી. જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી હવે નામ જાહેર કરવામાં આવે તો પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો જાતે જ હોમ ક્વોરન્ટીન થઈ શકે અને સરકારને જણાવી શકે. તે માટે 104 અને 15503 નંબર પર જાણ કરી શકશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, નામની જાહેરાત કર્યા બાદ જો કોઇ પણ વ્યક્તિ પોઝિટિવ કેસના દર્દી સાથે ગેરવર્તણૂક કરશે અથવા ભેદભાવભર્યું વર્તન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હોટ સ્પોટ એટલે એવી જગ્યાઓ જ્યાં સામુહિક ઈન્ફેક્શન ફેલાવાની વધારે શક્યતા રહેલી હોય છે. જ્યાં એક સાથે કમ્યુનીટી ટ્રાન્સફોર્મેશનના કેસ બને. અમદાવાદમાં સામૂહિક કોરોના ફેલાવવાની દહેશત વધી ગઈ છે. કેનદ્ર સરકારે પણ આ વાત પર મહોર મારી છે.