અમદાવાદદેશમાં ઘણા સમયથી બુલેટ ટ્રેનના પ્રોજેકટ પર (ahmedabad mumbai bullet train project) કામ કરવામાં આવી ચાલી રહ્યું છે. આ પ્રોજેકટ પર અનેકવાર જમીન સંપાદન લઈને મુશ્કેલી સામે આવી હતી. આના કારણે પણ આ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ શક્યો નથી, પરંતુ હાલમાં જમીન સંપાદનની સમસ્યા દૂર થવાથી હાલ પૂરઝડપે કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ 2026 સુધીમાં બૂલેટ ટ્રેન પ્રોજેકટ પૂર્ણ કરી દેવાનો (ahmedabad mumbai bullet train project) લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.
સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ વિશેષતાસાબરમતી મલ્ટીમોડલની વિશેષતાની વાત કરીએ તો, 2 બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે. તેમાં એક બિલ્ડીંગ 7 માળ અને બીજી બિલ્ડીંગ 9 માળની છે. અહીં 3 માળ સુધી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 3 માળથી ઉપરની ઑફિસ, દુકાન, ફૂડઝોન, હોટલ જેવી સુવિધા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ બસ, કાર અને બસ માટે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો આ સ્ટેશન ફેબ્રુઆરી 2023 સુધીમાં પૂર્ણ લરી દેવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.
દેશનું પ્રથમ સ્ટેશન થશેબૂલેટ ટ્રેન, રેલવે અને મેટ્રો જોડતું (Ahmedabad Metro Train) દેશનું પ્રથમ સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે. આ સ્ટેશન ખાસ અલગ જ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. કારણે કોઈ પ્રવાસ BRTS, મેટ્રો કે રેલવેમાં આવે તો તે ત્યાંથી સીધો સાબરમતી બૂલેટ ટ્રેનના (sabarmati bullet train station) પ્લેટફોર્મ પર પહોંચી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતને જોડતી ટ્રેનનું સંચાલન ટૂંક સમયમાં સાબરમતી રેલવે સ્ટેશનથી (sabarmati bullet train station) કરવામાં આવશે.