- અમદાવાદ સિવિલમાં મ્યુકરમાઇકોસીસના 371 કેસો નોંધાયા છે
- ગઈકાલે મ્યુકરમાઇકોસીસના 28 દર્દીઓ દાખલ થયા હતાં
- 24 કલાકની અંદર મ્યુકરમાઇકોસીસની 34 સર્જરી કરવામાં આવી
અમદાવાદઃ રાજ્યમાં મ્યુકોરમાઇકોસીસ નામના રોગનો કાળો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસથી પીડાતા 371 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલનો ત્રીજો માળ સંપૂર્ણ મ્યુકરમાઇકોસીસ માટે ફાળવવામાં આવ્યો છે. જેમાં ENT વિભાગ તેમજ ઓપરેશન થિયેટર કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં ENTના ડૉક્ટર રાઉન્ડ ધ ક્લોક ઓપરેશન કરી રહ્યા છે.
કેવી રીતે ફેલાય છે મ્યુકોરમાઈકોસીસ
મ્યુકોરમાઈકોસીસ નામની આ ગંભીર બીમારી કોરોનામાંથી સ્વસ્થ થનારા લોકોમાં જોવા મળી રહી છે. જે દર્દીને કોરોના નામની બીમારી થઇ હોય તથા દર્દીને ડાયાબિટીસ હોય કે કોરોનાની સારવાર દરમિયાન દર્દીને સ્ટેરોઇડ આપવામાં આવ્યા હોય અને દર્દીનું બ્લડસુગર લેવલ કંટ્રોલમાં ન હોય તો દર્દીનું ઇમ્યુનિટી પ્રમાણ ઓછુ થવાથી મ્યુકોરમાઇકોસીસ બીમારી થવાનો ભય રહે છે. મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની મુશ્કેલી વધી છે. આ રોગની સારવાર માટે ઉપયોગી દવાની અછત પણ માર્કેટમાં જોવા મળી રહી છે. કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે ફેલાયેલો મ્યુકોરમાયકોસીસ નામનો ફુગનો રોગ હાલ આરોગ્ય વિભાગ માટે માથાનો દુઃખાવો બની ગયો છે. કોરોના વચ્ચે આ ચેપી અને જીવલેણ રોગને કાબૂમાં લેવો પડકારજનક છે. કારણ કે મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે ઉપયોગી એમફોટેરિસીનના ઇન્જેક્શનની પણ ભારે અછત થઇ છે. જેના કારણે આ ઇન્જેક્શનો લેવા માટે દર્દીઓનાં પરિવારોને મેડિકલ સ્ટોરનાં ધક્કાં ખાવા પડી રહ્યાં છે. મ્યુકોરમાઇકોસીસ માટેની દવા એમફોટેરીસીનનો સતત 28 દિવસ કોર્સ કરવો પડે છે અને તેમાં એક દિવસમાં સાતથી આઠ વખત ઈન્જેક્શનનનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવા પાછળ એક દર્દીને 15 લાખ જેટલો ખર્ચ થતો હોય છે પણ હાલ આ દવાની તંગી હોવાથી તેની સારવાર કરવી તબીબો માટે પડકારજનક સાબિત થઈ રહી છે.
લોહીની નસોને બ્લોક કરતો હોવાના લીધે તેને બ્લેક ફંગસ કહેવાય છે
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસમાં કોઈ મોટો ભેદ રહેલો નથી. મ્યુકરમાઇકોસીસ જૂનો રોગ છે. પરંતુ તેમાં વધારે બ્લેક ફંગસ વધુ જોવા મળી રહ્યો છે.જેનું કારણ એક મેડિકલ પ્રમાણે રહેલું છે. જેમાં લોહીની નસો બ્લોક થવી જેના કારણે અન્ય ઓર્ગનમાં લોહી પહોંચી શકતું નથી. જેના કારણે ત્યાં બ્લોક થાય છે.. લોહી નસોમાં બ્લોક થવાના કારણે બ્લેક ફંગસ ક્રિએટ થાય છે.. જેમાં એનટી ફંગલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.જે સિવિલ હોસ્પિટલનો મેડિકલ વિભાગ આપતો હોય છે.
ઇન્જેક્શન અને દવાઓ નિષ્ણાત ડોક્ટરો દ્વારા ડોઝ નક્કી કરીને આપવામાં આવી રહ્યાં છે
સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો ઇન્જેક્શન પાછળ ખૂબ જ દોડી રહ્યાં છે. જો.કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ડટ જે.વી.મોદીએ જણાવ્યું કે ઇન્જેક્શન અને દવાઓનો ડોઝ નિષ્ણાત ડોક્ટરોની પેનલ નક્કી કરતી હોય છે. દરેક દર્દીને અલગ અલગ માત્રામાં ડોઝ આપવામાં આવતો હોય છે. કેટલાક દર્દીઓને ઇન્જેક્શનની જરૂર પણ રહેલી નથી હોતી. પરંતુ સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ ભ્રામક થઈ રહ્યાં છે અને ઇન્જેક્શન લેવામાં માટે દોડી રહ્યાં છે. જયારે બીજી તરફ ઇન્જેક્શન સહિત દવાઓ પૂરતી માત્રામાં છે. જરૂરી જથ્થો ઉપલબ્ધ થઈ પણ રહ્યો છે. હાલ દરરોજના 176 દર્દીઓના સિવિલ હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થઈ ચૂક્યાં છે. જો.કે વ્હાઇટ ફંગસ એટલે કેનેડિયાસીસ વાઇટ રહેલા હોય છે જેથી તેને વ્હાઇટ ફંગસ કહેવાય છે. હાલ સિવિલમાં એક કેસ વ્હાઇટ ફંગસનો છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર SPએ પોતે અને પોતાના પરિવારના સભ્યોને આ રીતે રાખ્યા કોરોનામુક્ત