- AMAમાં કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે સંબોધન કર્યું
- કોરોનાકાળ દરમિયાન સૌને જમવાનું મળે તે સરકારની પ્રાથમિકતા હતી
- લોકોના જીવ બચાવવા તે તેમનો મુખ્ય ઉદ્દેશ હતો
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે હાજરી આપી હતી. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં સંબોધન કરતા નાણામંત્રી સીતારમણે જણવ્યું હતુ કે કોરોના વાયરસના કારણે લોકડાઉન કરવું પડ્યું હતું, આ સમય દરમિયાન તમામ લોકોને જમવાનું મળે એનું ધ્યાન રાખવામાં આવ્યું. જયારે 3 મહિના સુધી દેશમાં વ્યાપાર, રોજગાર ઠપ્પ થઈ ગયા હોય ત્યારે ઇકોનોમી ડાઉન જાય તે સ્વાભાવિક હતી. પરંતુ એ વખતે લોકોના જીવ બચાવવા તે તેમનો મુખ્ય ઉદ્દેશ હતો.