ગુજરાત

gujarat

ETV Bharat / city

સાંસદ અભય ભારદ્વાજનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રાજકોટ લઈ જવાયો

રાજ્ય સભાના સાંસદ અભય ભારદ્વાજનું કોરોના વાઈરસ ચેપને કારણે ચેન્નાઇની એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. ત્યારે તેમના મૃતદેહને ચેન્નઈથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જેને હવે તેમના વતન રાજકોટ ખાતે લઈ જવાયો છે.

Bus
Bus

By

Published : Dec 2, 2020, 11:51 AM IST

Updated : Dec 2, 2020, 12:02 PM IST

  • સાંસદ અભય ભારદ્વાજનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયો

    ● અમદાવાદથી મૃતદેહને તેમના વતન રાજકોટ લઇ જવાયો

    ● અભય ભારદ્વાજના નિવાસસ્થાને બપોરના સમયે અંતિમ દર્શન માટે મૃતદેહ રખાશે


    અમદાવાદઃ રાજ્ય સભાના સાંસદ અભય ભારદ્વાજનું કોરોના વાઈરસ ચેપને કારણે ચેન્નાઇની એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. ત્યારે તેમના મૃતદેહને ચેન્નઈથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જેને હવે તેમના વતન રાજકોટ ખાતે લઈ જવાયો છે.
    સાંસદ અભય ભારદ્વાજનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રાજકોટ લઈ જવાયો



    ● અહેમદ પટેલ બાદ ટૂંકા ગાળામાં ગુજરાતે બીજા સાંસદ ગુમાવ્યા

    ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અભય ભારદ્વાજ વિજેતા થયા હતા. પરંતુ અભય ભારદ્વાજ કોરોના સામેનો જંગ હારી ગયા. અભય ભારદ્વાજને કોરોના વાઈરસનો ચેપ લાગતા રાજકોટમાં જ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગુજરાતના ખ્યાતનામ ડોક્ટરોએ તેમની સેવામાં હાજર કરાયા હતા. પરંતુ તેમની તબિયતમાં લથડતા તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચેન્નઈમાં આખરે અભય ભારદ્વાજ કોરોના સામેનો જંગ હારી ગયા અને ટૂંકા ગાળામાં ગુજરાતના વધુ એક સાંસદનું મૃત્યુ થયું છે.


    ● પ્રધાનો અને રાજકીય આગેવાનોએ શોકાંજલી પાઠવી

    અભય ભારદ્વાજના મૃત્યુથી તેમના વતન રાજકોટ અને રાજકીય વર્તુળોમાં શોકનો માહોલ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત ભાજપના આગેવાનોએ પણ તેમને શોકાંજલિ વ્યક્ત કરી છે. આજે ચેન્નાઈથી ફ્લાઇટ દ્વારા તેમનો મૃતદેહ અમદાવાદ લવાયો હતો. અમદાવાદથી અભય ભારદ્વાજના મૃતદેહને રોડ મારફતે તેમના વતન રાજકોટ લઈ જવાયો છે.


    ● કોવિડ ગાઈડલાઈન પ્રમાણે અંતિમવિધિ કરાશે

    રાજકોટ ખાતે તેમના નિવાસ સ્થાને બપોરના સમયે દર્શન માટે અભય ભરદ્વાજના મૃતદેહને રાખવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમયાત્રામાં 50 લોકો જોડાશે. જ્યારે તેમના નિવાસ સ્થાને તેમના અંતિમ દર્શન માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના પ્રધાનો ઉપસ્થિત રહેશે.


Last Updated : Dec 2, 2020, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details