અમદાવાદઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને પગલે સમગ્ર દેશનું ચક્ર બંધ થયું છે, ત્યારે કેન્દ્ર સરકારે JEE અને NEETની પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે. જેથી કોંગ્રેસ અને NSUI સંગઠન આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. જે અંતર્ગત રવિવારે NSUIના યુવા કાર્યકર્તાઓએ રવિવારે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન કર્યં હતું. જેમાં NSUIએ JEE અને NEETની પરીક્ષાઓ રદ કરવાની માગણી કરી હતી.
અમદાવાદમાં NSUIએ JEE અને NEETની પરીક્ષા રદ કરવા રાજ્યવ્યાપી પ્રતીક ઉપવાસ આંદોલન કર્યું ઉલ્લેખનીય છે કે, શનિવારે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની સ્કૂલો ચાલુ કરવા માટેની વિચારણા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત NSUI આવી મહત્વની પરીક્ષાને લઇને વિરોધ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃJEE અને NEETની પરીક્ષા રદ કરવા ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું
ગત થોડા દિવસો અગાઉ સરકાર દ્વારા ગુજકેટની પરીક્ષા સફળતાપૂર્ણ પૂર્ણ કરવામાં આવી હતી. જેથી JEE અને NEETની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આ પરીક્ષા અંગે ઉત્સુક્તા છે, ત્યારે NSUIનું વિરોધ પ્રદર્શન કેટલા અંશે યોગ્ય ગણી શકાય તે પણ એક મહત્વનો પ્રશ્ન છે.
આ પણ વાંચોઃવડોદરા કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષા મોકૂફ રાખવા કર્યા ધરણાં, પોલીસે કરી અટકાયત
ગુજરાત NSUI પરીક્ષાને લઈને સમગ્ર રાજ્યમાં વિરોધ કરી રહ્યું છે, ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સત્તા હોવા છતાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે બોલવાનો ઈન્કાર કર્યો હતો. જેથી બન્નેના ભેદ વચ્ચે ગુજરાત કોંગ્રેસ પોતાનું હિત જોઈ રહ્યું છે કે પછી વિદ્યાર્થીઓના હિતમાં વિરોધ કરી રહ્યું છે તે બન્નેની વચ્ચે અનેક ભેદો જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃજામનગરમાં NSUIએ JEE અને NEETની પરીક્ષા રદ કરવા ધરણાં કર્યાં