- ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ અને એકેડમીક પાર્ટનરશીપ ક્ષેત્રે ઐતિસાહિક દિવસ
- કોર્પોરેટ સેક્ટરમાં ઇન્ટર્નશીપ ટ્રેનિંગ શ્રેષ્ઠ અન સ્કીલ્ડ માનવબળ પૂરૂ પાડશે
- મારૂતિ સુઝુકી કંપનીના હોદ્દેદારો અને GLS યુનિવર્સિટી દ્વારા MOU થયો
અમદાવાદમાં મારૂતિ સુઝુકી અને GLS યુનિવર્સિટી વચ્ચે MOU થયા - Maruti suzuki comapany
અમદાવાદ શહેરની GLS યુનિવર્સિટીમાં આજે શનિવારે મારૂતિ સુઝુકી કંપની સાથે MOU કરવામાં આવ્યા છે. GLS યુનિવર્સિટીના બી.બી.એ. (રીટેલ મેનેજમેન્ટ) કોર્સમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના ઇન્ટર્નશીપ પ્રોગ્રામ માટેના MOU સાઇન કરવામાં આવ્યા હતા.
અમદાવાદ :ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્માની ઉપસ્થિતમાં મારૂતિ સુઝુકી કંપનીના હોદ્દેદારો અને GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી દ્વારા આ MOU (મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ) પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા.
વિષયની ટ્રેનિંગ કુશળ માનવબળ પુરુ પાડે છે
મેનેજમેન્ટ કોર્ષના વિધાર્થીઓના ઉજજ્વળ ભવિષ્ય માટેની મારૂતિ સુઝીકીમાં ઇન્ટર્નશીપની પહેલને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્માએ ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીઝ-એકેડમીક ક્ષેત્રે ઐતિહાસિક જણાવી હતી. તથા વધુમાં જણાવ્યુંં હતું કે, કોર્પોરેટ સેક્ટર, ઉદ્યોગ ક્ષેત્રમાં કામની જરૂરિયાત આધારિત વિષયની ટ્રેનિંગ કુશળ માનવબળ પુરૂ પાડે છે. આજે થયેલા MOU આ સમસ્યાનું એકમાત્ર નિરાકરણ છે. જે તે કોર્પોરેટ સેક્ટરમાં 6 મહિનાથી લઇને એક વર્ષની ઇન્ટર્નશીપ ટ્રેનિંગ શ્રેષ્ઠ અન સ્કીલ્ડ માનવબળ પૂરૂ પાડશે.
યુવાઓની પ્રતિભાને સર્વોચ્ચ સ્થાન
દેશના ઔધોગિક ક્ષેત્ર સહિતના તમામ ક્ષેત્રોમાં કુશળ નોકરિયાત વર્ગ ઉભો થાય, યુવાઓની પ્રતિભાને સર્વોચ્ય સ્થાન મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ડિજીટીલ ઇન્ડિયા, આઇ કેન, વી કેન અને આત્મનિર્ભર ભારત જેવી પહેલે દેશના રિસર્ચ અને ડેવલોપમેન્ટમાં નવા શિખરો પ્રસ્થાપિત કર્યા છે. M.S.M.E.થી લઇને મોટા ઉદ્યોગોમાં નોકરીની જરૂરિયાત ધરાવતા લોકોને અલાયદી ટ્રેનિંગ આપવી જરૂરી બની રહે છે. આ તમામ ક્ષેત્રની રોજિંદી કામગીરી આધારિત વિધાર્થી તૈયાર થવાથી કામગીરીનું સ્તર ઉચ્ચ કક્ષાએ પહોંચે છે. જે માટે વિધાર્થીકાળ દરમિયાન જ અભ્યાસક્રમના ભાગરૂપે જે તે ઇન્ડ્રસ્ટ્રીઝમાં ઇન્ટર્નશીપ અસરકારક પરિણામો આપશે તેવો ભાવ શિક્ષણપ્રધાને વ્યક્ત કર્યો હતો.
ભારતીય બજાર આત્મનિર્ભર બને
દર વર્ષે એપ્રિલ માસમાં 36થી 48 કલાકની હેકેથોન યોજવામાં આવે છે. આ વર્ષે ટોય હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિશ્વમાં 7 લાખ કરોડનું રમકડા ક્ષેત્રનો વ્યાપાર છે. જેમાં 80 ટકા ફક્ત ચીનને મળે છે. જે સંલગ્ન ભારત દેશમાં પણ રમકડાનું માર્કેટ બને અને રમકડાના ઉત્પાદન ક્ષેત્રો ભારતીય બજાર આત્મનિર્ભર બને તે વિષય આધારીત ટોય હેકેથોન યોજાઇ હતી.
સમસ્યાઓનું નિવારણ અને નવા વિચારોનો જન્મ
શિક્ષણપ્રધાને કહ્યું હતું કે ગ્લોબલ વોર્મિગથી લઇ અન્ય કુદરતી સંસાધનોને લગતી સમસ્યાનું નિવારણ નવોન્મેષ વિચારો અને તેના થકી કાર્યાન્વિત બનતા પ્રોજેક્ટસમાં જ છે. આ એમઓયુ કાર્યક્રમમાં જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ સુધિર નાણાવટી સહિત યુનિવર્સિટીના પદાધિકારીગણ, મારૂતિ સુઝુકી કંપનીથી મનોજ અગ્રવાલ અને કંપનીના કમિટી મેમ્બર શિક્ષણવિદો, ઉધોગપતિઓ હાજર રહ્યા હતા.