ગુજરાત

gujarat

ETV Bharat / city

વર્ષની 24 એકાદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી, જાણો શું છે કથા... - માતા લક્ષ્મી

નિર્જળા અગિયારસ આ વર્ષે 21 જૂન, સોમવારના દિવસે આવી રહી છે. જેઠ સુદ અગિયારશ એટલે નિર્જળા એકાદશી. હિન્દુ તિથિ પ્રમાણે એક વર્ષમાં 24 એકાદશી આવે છે. એકાદશીનું પર્વ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો છે. આ પર્વની પુરાણોમાં જણાવેલા ઐતિહાસિકતા પ્રમાણે તેને 'ભીમ અગિયારસ' પણ કહે છે.

વર્ષની 24 એકદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી
વર્ષની 24 એકદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી

By

Published : Jun 20, 2021, 6:00 PM IST

  • સોમવારે નિર્જળા એકાદશી ઉજવવામાં આવી રહી છે
  • ભીમ અગિયારસ તરીકે પણ જાણીતી છે આ એકાદશી
  • સૌ પ્રથમ પાંડવોએ કરી હતી ઉજવી હતી એકાદશી

હિંદુ ધર્મ વ્રત અને તહેવારોથી ભરપૂર છે. જે આ મોહ યુક્ત જીવને ઈશ્વર સમીપ લઈ જાય છે. ચોમાસુ આવતા જ ભારતમાં વ્રત અને તહેવારો શરૂ થઈ જાય છે. 21 જૂનના રોજ જેઠ સુદ અગિયારસ એટલે કે નિર્જળા જે ભીમ અગિયારસ તરીકે પણ જાણીતી છે. આ એકાદશીની વિશેષતા એ છે કે, ફક્ત આ એકાદશી કરવાથી, તે વર્ષ દરમિયાનની સંપૂર્ણ એકાદશીનું ફળ આપે છે.

વર્ષની 24 એકદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી

શું છે ભીમ અગિયારસ પાછળની કથા ?

હિન્દુ શાસ્ત્રો જણાવે છે કે, એક માસમાં 2 અગિયારસ હોય છે અને 12 માસમાં 24 અગિયારસ હોય છે. વળી અધિકમાસ હોય તો બધુ 2 અગિયારસ હોય છે. આ વિશે જ્ઞાન આપતા મહાભારતકાળમાં વેદ વ્યાસે પાંડવ કુટુંબને અગિયારસ વિશે વિસ્તૃત વર્ણન આપ્યું હતું. વેદ વ્યાસે જણાવ્યું હતું કે, એકાદશી કરવાથી મોક્ષ, સાધન-સંપત્તિ,વૈભવ, સંતાન એશ્વર્ય અને આરોગ્ય સુખ પ્રાપ્ત થાય છે. પોતાની શ્રદ્ધા અનુસાર ઈશ્વરની ભક્તિ કરવાથી તે મોક્ષ તરફ દોરી જાય છે. જોકે, એકાદશી કરવામાં ઉપવાસ અને ફળાહાર કરવાનું હોવાથી પાંડવોમાં ભીમ માટે કરવું તે અશક્ય હતું. આથી વેદ વ્યાસે રસ્તો બતાવતા ભીમસેનને કહ્યું કે, વર્ષ દરમિયાનની તમામ એકાદશી ન થઈ શકે તો જેઠ સુદ અગિયારસે આવતી નિર્જળા એકાદશી કરવી. તે દરમિયાન પાણી પણ પીવું નહીં. આ એકાદશી તમામ એકાદશીનું ફળ આપનારી છે. આથી ભીમ ખુશ થયા અને તેમને આ એકાદશી કરી. જેથી તે ભીમ એકાદશી તરીકે પણ ઓળખાય છે.

સારા કાર્યો માટે શ્રેષ્ઠ

અગિયારસ નવા કાર્યનો આરંભ માટે પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હરિ કૃપા માટે પણ અગિયારસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક તથ્યો પ્રમાણે ચોમાસાની શરૂઆત થતાં જળાશયોમાં નવા નીર આવે છે. જે શરૂઆતમાં દુષણ યુક્ત હોય છે, પાણી જન્ય રોગચાળો વધે છે. ભૂખ્યા રહેવાથી શરીરની અગ્નિ પ્રબળ બને છે. આથી સામાન્ય વ્યક્તિએ નિર્જળા રહેવું તે શરીર માટે સારું રહે છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details