ગુજરાત

gujarat

ETV Bharat / city

દિવાળીના 10 દિવસ અગાઉથી જ મોટાભાગના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન હાઉસફૂલ - Ahmedabad News

દેશમાં 100 કરોડ ડોઝનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે, ત્યારે આ વર્ષે ટુરિઝમ સેક્ટરમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના ડેસ્ટિનેશન આગળ હાઉસફુલના પાટિયા લાગી ચુક્યા છે. આ બાબતે અમદાવાદના અજય મોદી ટુરના ડાયરેક્ટર આલાપ મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં જમ્મુ અને કાશ્મીર માટે લોકો વધુ પસંદગી આપી રહ્યા છે. આ સિવાય પણ રાજસ્થાન, કુલ્લુ- મનાલી અને સિક્કિમ જેવા સ્થળોએ પણ વધુ લોકો પ્રવાસે જઈ રહ્યા છે.

Gujarat News
Gujarat News

By

Published : Oct 24, 2021, 11:00 AM IST

  • ગત વર્ષના નુકશાનની સખામણીએ 70 ટકા રિકવરી આવી
  • આવનારા 7 મહિના સુધી ટુરિઝમ સેક્ટરમાં ગ્રોથ થવાની સંભાવના
  • કાશ્મીર જનારા લોકોનું બુકીંગ સૌથી વધુ

અમદાવાદ: દિવાળીનું વેકેશન એટલે હમેંશા આનંદ અને મોજથી જીવનારા ગુજરાતીઓ માટે સરસ મજાના સ્થળોએ ફરવા જવાનો સમય. પાછળ ફરીને જોઈએ તો છેલ્લા બે વર્ષ આપણે ઘણી સાવચેતીથી જીવ્યા છીએ પરંતુ હવે કે જ્યારે દેશમાં 100 કરોડ ડોઝનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે, ત્યારે આ વર્ષે ટુરિઝમ સેક્ટરમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના ડેસ્ટિનેશન આગળ હાઉસફુલના પાટિયા લાગી ચુક્યા છે.

દિવાળીના 10 દિવસ અગાઉથી જ મોટાભાગના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન આગળ લાગી ચુક્યા છે હાઉસફુલના પાટિયા

આ પણ વાંચો: દેશમાં પ્રથમ વખત IVF ટેકનીક દ્વારા ભેંસે પાડાને આપ્યો જન્મ

દિવાળીના 10 દિવસ પહેલા મોટા ભાગના ટુરિઝમ સ્પોર્ટ્સ સોલ્ડ આઉટ

અમદાવાદના અજય મોદી ટુરના ડાયરેક્ટર આલાપ મોદીનું કહેવું છે કે, હાલમાં જમ્મુ અને કાશ્મીર માટે લોકો વધુ પસંદગી આપી રહ્યા છે. આ સિવાય પણ રાજસ્થાન, કુલ્લુ- મનાલી અને સિક્કિમ જેવા સ્થળોએ પણ વધુ લોકો પ્રવાસે જઈ રહ્યા છે. વિદેશના પ્રવાસે જનારા લોકો દુબઇને વધુ પસંદગી આપી રહ્યા છે. મોટા ભાગે સ્થળોએ સોલ્ડ આઉટના બોર્ડ લગાવવા પડ્યા છે. છતાંય હજી લોકો ઇન્કવાયરી માટે આવી રહ્યા છે. રોજના હજારોની સંખ્યામાં લોકો લોકેશન બુક કરાવી રહ્યા છે. વધુમાં ગત વર્ષની સરખામણી કરતા તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષ કોરોનાને કારણે થયેલા નુકશાનની અંદાજિત 70 ટકાની રિકવરી થઇ ચુકી છે. દિવાળી બાદ આવનારા લગ્ન સીઝન સુધી સાત મહિના સુધી સેક્ટરમાં ગ્રોથ રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: લોકડાઉન દરમિયાન પ્રવાસન વિભાગને 700 કરોડ જેટલું નુકસાન

શું કહે છે ભારત સરકારના આંકડા ?

ભારત સરકાર હસ્તકના ટુરિઝમ વિભાગે વર્ષ 2021 માં આપેલા એક રિપોર્ટના આંકડા મુજબ 21મી સદીના પહેલા બે દાયકાઓમાં વર્ષ 2020 પહેલું એવું વર્ષ રહ્યું છે કે જ્યારે તેનો વર્ષ 2019 ની સરખામણીએ -74.9 સુધી ઘટી હોય. આ સિવાય વર્ષ 2001 અને વર્ષ 2002 એવા વર્ષો રહ્યા છે કે જ્યારે તેનો નેગેટિવ ગ્રોથ ક્રમશઃ -4.2 અને -6.0 રહ્યો હોય. આમ કોરોનાને કારણે ન માત્ર આરોગ્ય ક્ષેત્રે ભારે નુકશાન સહન કરવું પડ્યું છે પણ તેની સાથોસાથ ટુરિઝમ સેક્ટર પણ તૂટી ગયું હતું. હવે 2021 આ સેક્ટર માટે નવો ઉત્સાહ લઈને આવ્યું છે.

ટુરિઝમ સેક્ટરમાં ગુજરાતની હિસ્સેદારી કેટલી ?

ટુરિઝમ સેક્ટર ન માત્ર આર્થિક વિકાસ માટે જવાબદાર છે પરંતુ તે કોઈ પણ દેશ અથવા પ્રદેશની ભાષા, શૈલી, સંસ્કૃતિ અને સામાજિક પરિસ્થિતિ સાથે તેનો સબંધ જોડે છે. ગુજરાત દેશના ટુરિઝમ સેક્ટરમાં 3.2 ટકા હિસ્સો ધરાવે છે. ટુરિઝમ વિભાગના આંકડા મુજબ ગુજરાતનું અમદાવાદ પ્રવાસીઓના ઉતરણ માટે દેશના પ્રથમ 10 શહેરોની લિસ્ટમાં સામેલ છે. રિપોર્ટ મુજબ વર્ષ 2019 અને જાન્યુઆરી-માર્ચ 2020 સુધી પ્રવાસન વિઝા લીધા હોય તેવા એરપોર્ટ્સમાં અમદાવાદનું એરપોર્ટ દેશના પ્રમુખ એરપોર્ટની લિસ્ટમાં 10 માં ક્રમાંકે છે. આ તમામ સિવાય પણ દિવાળીના આ વેકેશનમાં ન માત્ર પરિવાર એક સ્થળનું વાતાવરણ બદલે છે પણ સાથોસાથ શિયાળાના આ સમયે પક્ષીઓમાં પણ પ્રવાસનો એક અનોખો બદલાવ જોવા મળે છે. કદાચ આ સમય કુદરતીરીતે જ ઘડાયો છે.

ABOUT THE AUTHOR

...view details