- AMTS ટૂંક સમયમાં ફરી થઇ શકે છે શરુ
- AMTSના મોટાભાગના સ્ટાફ સભ્યોએ લીધી વેક્સીન
- અગાઉ ST બસ સેવા પણ રાબેતા મુજબ શરૂ કરાઈ હતી
અમદાવાદઃ ઉલ્લેખનીય છે કે હવે કે જયારે કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે ટૂંક સમયમાં જ AMTS અને BRTSની બસ ફરીવાર શરુ થાય તેવી શક્યતાઓ છે. એવામાં જરૂરી છે કે કોરોનાની બીજી અસર ફરીવાર ન વર્તાય તે માટે આજે જમાલપુરના AMTS વર્કશોપ ખાતે વેક્સીનનું આયોજન કરવામાં આવ્યું હતું.
1600થી પણ વધુ સ્ટાફને અપાઈ રહી છે વેક્સીન
મહત્વનું છે કે AMTSના સ્ટાફને વેક્સીન મળી રહે તે માટે આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે. અહીં વેક્સીન લેવા આવનારા લોકોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. AMTSના કુલ 1600 સ્ટાફમાંથી મોટાભાગના લોકોને વેક્સિનનો ડોઝ અપાઈ ચુક્યો છે. એક અંદાજ મુજબ AMTSની બસ શરુ થાય તે પહેલા જ મોટાભાગના સ્ટાફને વેક્સીન મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ: Work in Progress , દિલ્હી હાઈકોર્ટે ફગાવી અરજી