● પરિસ્થિતિઓ સામાન્ય થતાં GSRTC નિગમની મોટાભાગની ટ્રીપ ચાલુ
● શાળાકોલેજો ખુલતાં વિદ્યાર્થી પ્રવાસીઓ પણ આવશે
● પરિસ્થિતિઓ સામાન્ય થતાં GSRTC નિગમની મોટાભાગની ટ્રીપ ચાલુ
● શાળાકોલેજો ખુલતાં વિદ્યાર્થી પ્રવાસીઓ પણ આવશે
● મોટાભાગના નિગમના કર્મચારીઓને કોવિડની રસીનો પહેલો ડોઝ પૂર્ણ
અમદાવાદઃગુજરાત રાજ્ય એસટી નિગમના GSRTC સેક્રેટરી કેડી દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણકાળ દરમિયાન એસટી નિગમની બસોનુ મોટાભાગનું સંચાલન બંધ રહ્યું હતું .અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં નાઈટ કરફ્યુના કારણે પણ સંચાલન બંધ રાખવામાં આવ્યું હતું. હવે ધીમે-ધીમે પરિસ્થિતિઓ પહેલાની જેમ થતાં એસટી નિગમની મોટાભાગની સેવાઓ પૂર્વવત્ થઈ ગઈ છે. એસટી નિગમ દ્વારા રાજ્યમાં 6744 બસો દોડાવવામાં આવી રહી છે. જેમાં 75 ટકા કેપેસિટી સાથે મુસાફરોને બેસાડવામાં આવે છે.
પ્રવાસીઓને લીધે એસટીની આવકમાં વધારો
કોરોના સંક્રમણકાળમાં સંચાલન બંધ રહેતાં GSRTCની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે લોકો બહાર નીકળવા લાગ્યાં છે. પિકનિક સ્પોટ પર પ્રવાસીઓ મળવા માંડ્યાં છે. ત્યારે તેઓ દૂરના સ્થળે જવા હજી પણ એસટીને જ પસંદ કરે છે. પરિણામે તેની આવક 3.5 કરોડથી વધીને 05 કરોડ થઇ છે.
આ પણ વાંચોઃ રાજ્યના એસટી નિગમના કર્મચારીઓએ સરકાર સમક્ષ સહાયની કરી માગ