ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં કોરોનાઃ આજે 324 નવા કેસ અને 20ના મોત, અમદાવાદમાં કુલ 6910 કેસ

રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 324 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર લઈ રહેલા 20 દર્દીનાં મોત થયા છે.

gj

By

Published : May 14, 2020, 11:07 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહારાષ્ટ્રની જેમ આગળ વધી રહ્યો છે, ત્યારે સતત વધી રહેલા કેસોની વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 324 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 324 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 20 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 9592 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 191 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 324 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનામાં બાકી રહી ગયેલો અમરેલી જિલ્લામાં એક કેસ નોંધાતા સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 265, વડોદરામાં 13, સુરતમાં 16, ભાવનગરમાં 3, પાટણમાં 3, પંચમહાલમાં 2, બનાસકાંઠામાં 1, મહેસાણામાં 6, ગીરસોમનાથમાં 4, ગાંધીનગર 4 (સરકારી ચોપડે), આનંદ 2, છોટાઉદેપુર 4, અને પોરબંદરમાં એક કેસ સામે આવ્યો છે.

જ્યારે ખેડામાં, જામનગરમાં,અરવલ્લીમાં, મહીસાગરમાં, દેવભૂમિ દ્વારરકામાં, જૂનાગઢ અને અમરેલી આજે એક પણ કેસ નોંધાયો નથી. આમ 324 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં 300ની નજીક પહોંચેલા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. આજે ફરી અમદાવાદમાં 265 કેસ નોંધાયા છે. દરમિયાન અમદાવાદના પોઝિટવ કેસની સંખ્યા વધીને 6910 થઈ છે.

ABOUT THE AUTHOR

...view details