- હેલ્થ વર્કર્સપર બહૂરાષ્ટ્રીય સર્વેક્ષણ
- 95 ટકા હેલ્થકેર વર્કર્સ કોવિડ-19ની રસી લેવા માટે ઈચ્છા ધરાવે છે
- એશિયા પેસિફિક ક્ષેત્રમાં 06 દેશમાં સર્વેક્ષણ
અમદાવાદઃએશિયા-પેસિફિક ક્ષેત્રના 6 દેશના હેલ્થકેર ક્ષેત્રના 1700 કર્મચારીઓના અભ્યાસનું સંચાલન હેલ્થકેર વર્કર્સ (Health care workers) કોવિડ-19ની રસી લેવાની કેટલી ઈચ્છા ધરાવે છે, તેના મૂલ્યાંકન માટે હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય જનતામાં જ્યારે રસી લેવા અંગે ખચકાટ અનુભવાય છે. ત્યારે આ અભ્યાસના તારણો મહત્વના બની રહે છે.
આ પણ વાંચોઃAMTSના 1600 જેટલા સ્ટાફમાંથી મોટાભાગના લોકોએ લીધી રસી
સામાન્ય જનતામાં રસી અંગે ગેરમાન્યતાઓ
એશિયા પેસિફીક ક્ષેત્રના 6 દેશોના 1720 હેલ્થકેર વર્કર્સ(Health care workers) કે જેમાં વિયેતનામ 472, ઈન્ડોનેશિયા 430, ભારત 406, ચીન 303, સિંગાપોર 161 અને ભૂતાનના 47 હેલ્થકેર વર્કર્સ (Health care workers) આ અભ્યાસમાં સામેલ થયા હતા અને રસી લેવાની તેમની ઈચ્છા અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ અભ્યાસનો હેતુ કોવિડ-19 અંગે દ્રષ્ટિકોણ, વેક્સિન અંગેની ચિંતા, માન્યતા અને હેલ્થકેર ઓથોરિટીમાં વિશ્વાસ જેવી બાબતો જાણવાનો સમાવેશ કરાયો હતો.
સિંગાપોર, અમદાવાદ, હૈદરાબાદ અને ઇરોડના ડોક્ટરોએ કર્યો અભ્યાસ
આ અભ્યાસ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર(National University of Singapore)ના પ્રોફેસર વિજય શર્મા, ઝાયડસ હોસ્પિટલ(Zydus Hospital)અમદાવાદના ડો. અરવિંદ શર્મા અને ડો. કલ્પેશ તલાટી, યશોદા હોસ્પિટલ(Yashoda Hospital) હૈદરાબાદના ડો. કોમલ કુમાર આર.એન અને સેંથીલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ(Senthil Multi Specialty Hospital) ઈરોડના ડો. મિનાક્ષી પીવીએ હાથ ધર્યો હતો.
મોટાભાગના હેલ્થકેર વર્કર્સને ઓથોરિટીમાં વિશ્વાસ
આ અભ્યાસના તારણો અંગે ડો. અરવિંદ શર્મા જણાવે છે કે “સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલા 95 ટકાથી વધુ હેલ્થકેર વર્કર્સ(Health care workers) રસી લેવાની ઈચ્છા ધરાવે છે. પ્રતિભાવ આપનારા લોકો મહામારીને ગંભીર ગણીને રસીને સલામત માને છે અને ખર્ચ અંગે ચિંતા ધરાવતા નથી. રસીને દોષ દેવાનું વલણ ધરાવતા નથી અને હેલ્થ ઓથોરિટીમાં વિશ્વાસ ધરાવે છે.”
ભારતમાં મોટાભાગના હેલ્થવર્કર્સે રસી લીધી