- કોંગ્રેસનો ડર સાચો પડ્યો!
- NSUIના કાર્યકતાનું કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન
- કોંગ્રેસના ઉમેદવાર કયા વોર્ડમાં ચૂંટણી લડશે તેને લઈ પક્ષ અસમંજસમાં
અમદાવાદઃ શનિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારીપત્રનો છેલ્લો દિવસ હોવા છતાં શુક્રવાર સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નહોતી. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા દાવેદારો સાથે અન્ય પાર્ટીઓને પણ કોંગ્રેસની યાદીને લઈને ઉત્સુક્તા જોવા મળી રહી હતી. જો કે, કહેવાય છે કે, શુક્રવારે મોડી સાંજે હાઈ કમાન્ડ દ્વારા આવા લોકોને ફોન કરીને ઉમેદવારી પત્ર ભરવા માટે તૈયાર રહેવાની સૂચના આપી દેવામાં આવી હતી.
કોંગ્રેસના ઉમેદવાર કયા વોર્ડમાંથી લડશે ચૂંટણી?
- ચાંદખેડા વોર્ડઃ રાજશ્રી કેસરી, કેતન દેસાઈ, દિનેશ શર્મા, પ્રજ્ઞાબેન પટેલ
- ઈન્દ્રપુરી વોર્ડઃ પ્રવિણ પટેલ, મનિષ પટેલ, નૈના પંચાલ અને બબૂ પરમાર
- બોડકદેવ વોર્ડઃ નિમેષકુમાર શાહ, વિરમ દેસાઈ, ચેતના શર્મા અને જાનકી પટેલ
- વેજલપુર વોર્ડઃ મહેશ ઠાકોર અને સુનિલ જિકાર
- બાપુનગર વોર્ડઃ જેડી પટેલ, સુરેશ તોમર, જસુમિત પરમાર અને હેતલ પંચાલ
- ઈસનપુર વોર્ડઃ જાગેશ ઠાકોર, નૈમેશ પટેલ, ગંગા મકવાણા અને સવિતા પટેલ
- લાંભા વોર્ડઃ મેહુલ ભરવાડ, મનુ સોલંકી, હેતલ સડાત, સોનલ ઠાકોર
- ઓઢવઃ બૈરવા પટેલ, જિમિષ ગોહિલ, હંસા લખતરિયા અને વિષ્ણુ દેસાઈ
- ખાડિયા વોર્ડઃ દેવર્ષિ શાહ, ઈલિયાઝ ખાન પઠાણ, અર્પણાં ઠક્કર, રઝિયાબાનુ સૈયદ
- દરિયાપુર વોર્ડઃ નિરવ બક્ષી, માધુરી કલાપી, સમીરા શેખ, ઈમ્તિયાઝ હુસૈન શેખ
- વિરાટનગર વોર્ડઃ રણજિત બારડ, શાંતિલાલ સોજીત્રા, કૈલાસ વાઘેલા
આ યાદી જાહેર થતાં જ કોંગ્રેસને કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડી શકે, તેવો ડર પહેલાથી જ હતો. જેથી કોંગ્રેસે શુક્રવારે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની જાહેરાત વિના જે-તે ઉમેદવારને વોર્ડમાંથી ટિકિટ આપી છે. આવા ઉમેદવારોને બારોબાર મેન્ડેટ આપી જાણ કરી તેમને આજે શનિવારે ફોર્મ ભરવા જણાવ્યું હતું છે.