ગુજરાત

gujarat

ETV Bharat / city

મણિનગર સ્વામિનારાયણ મંદિરના વેક્સિનેશન સેન્ટરમાં રોજ 700થી વધુ લોકોને કોરોનાની વેક્સિન અપાય છે - વેક્સિનેશન સેન્ટર

વિશ્વના સૌથી મોટી કોરોના વેક્સિનેશન અભિયાનને દેશમાં 108 દિવસ પૂરા થયા છે. ત્યારે અમદાવાદમાં આવેલા મણિનગર સ્વામિનરાયણ ગાદી સંસ્થાન મંદિરમાં પણ વેક્સિનેશન સેન્ટર છે. આ વેક્સિનેશન સેન્ટર દક્ષિણ ઝોનનું સૌથી વ્યસ્ત સેન્ટર છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં શરૂ કરાયેલા આ સેન્ટરમાં દરરોજ 700થી વધુ લોકો વેક્સિન લઈ રહ્યા છે.

By

Published : May 6, 2021, 10:00 AM IST

  • મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં શરૂ થયેલું વેક્સિનેશન સેન્ટર સૌથી વ્યસ્ત સેન્ટર છે
  • આ વેક્સિનેશન સેન્ટરમાં દરરોજ 700થી વધુ લોકોનું વેક્સનેશન થાય છે
  • ભારતમાં વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનને પૂરા થયા 108 દિવસ


અમદાવાદઃ દેશભરમાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાનમાં હવે મણિનગરનું સ્વામિનારાયણ મંદિર પણ જોડાયું છે. અહીં 1 એપ્રિલથી શરૂ થયેલું વેક્સિનેશન સેન્ટર અમદાવાદના દક્ષિણ ઝોનનું સૌથી વધુ વ્યસ્ત સેન્ટર છે. અહીં દરરોજ 700 કરતાં વધારે લોકો વેક્સિન મેળવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આયોજનમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી આ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃખેડાના ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા

મંદિરના સંતો અને કોર્પોરેશનના અધિકારીઓની મહેનત

વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનના 108 દિવસ પૂર્ણ થઈ ગયા છે. કોરોનાના રસીકરણના પાંચમા તબક્કા માટેની નોંધણી પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોની તપાસ માટે વેક્સિન એક હથિયાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે કોરોના રસી સ્થાપિત કરવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃઅમદાવાદના શાહીબાગમાં 50 બેડના કોવિડ કેર સેન્ટરનો કરાયો પ્રારંભ


મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વેક્સિનેશન કાર્યક્રમ

મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં શરૂ થયેલા વેક્સિનેશન કાર્યક્રમમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો વેક્સિન મેળવી રહ્યા છે. આ કાર્યને સફળ બનાવવા માટે પૂજનીય સંતો તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હંમેશા હાજર રહી સેવા બજાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details