ગુજરાત

gujarat

ETV Bharat / city

શહેરમાં અત્યાર સુધી 6 લાખથી વધુ લોકોનું સ્ક્રિનિંંગ કરવામાં આવ્યું - ETVBharatGujarat

અમદાવાદ મ્યૂનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોના સામેના જંગમાં વહીવટીતંત્ર દ્વારા થઈ રહેલા સઘન પ્રયાસોની આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 6 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.

શહેરમાં અત્યાર સુધી 6 લાખથી વધુ લોકોનું સ્ક્રિનિંંગ કરવામાં આવ્યું
શહેરમાં અત્યાર સુધી 6 લાખથી વધુ લોકોનું સ્ક્રિનિંંગ કરવામાં આવ્યું

By

Published : Apr 17, 2020, 3:00 PM IST

અમદાવાદ: વિશ્વના સૌથી વધુ કોરોના ટેસ્ટ કરનારા ગ્રુપમાં અમદાવાદ પહોંચી ગયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં નવા 10676 લોકોના સેમ્પલ લેવાયા છે. તેમાંથી ગઈકાલે 1898 સેમ્પલ લેવાયા હતા. ગુલબાઈ ટેકરામાં કોરોનાના 7 પોઝિટિવ કેસ વિશે પણ તેમને વિગતવાર હકીકત જણાવી હતી. 12 હજાર લોકો ક્લસ્ટર ક્વોરન્ટાઈન કર્યા હોવાની વાત તેમને કબૂલી હતી. ફિલ્ડમાં જઈને સેમ્પલ લેવુ ખરેખર જોખમી છે. આરોગ્યના કર્મચારીઓ દસેક દિવસથી ફિલ્ડમાં કામ કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે. 742 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ઘરમાં સર્વે કરવામાં આવ્યા છે. 6 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ છે.

મ્યૂનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે," 1898 સેમ્પલ લીધાં છે. એક દિવસમાં 25થી 30નું ટેસ્ટિંગ કરતાં હતાં ત્યારે ગઈકાલે લેવાયેલા સેમ્પલ યુદ્ધના ધોરણે વધી રહ્યાં છે. ક્વોરન્ટાઈનમાં 3302 લોકો મુકાયાં છે. ગુલબાઈ ટેકરામાં એક કેસ આવ્યો હતો. એક કેસને હોસ્પિટલ કરીને બીજા લોકોને આઈસોલેટ કરવાના થાય પણ આપણે અઘરો નિર્ણય કરીને ગુલબાઈ ટેકરામાં સ્લમ એરિયામાં તમામ લોકોનું હેલ્થ ચેકઅપ કરાયુ,. 20 ટીમ બનાવાઈ, 2000 ઘરોમાં 12 હજાર લોકોનું ચેકઅપ થયુ અને 200 સેમ્પલ લેવાયા એટલે 6 કેસ મળ્યા. જેને કારણે આપણે 12000 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઈનમાં મૂકીને રાશન, શાક, દૂધ પહોંચાડાઈ રહ્યું છે. આજ સાંજ સુધીમાં તમામ લોકોના ઘરે આ વસ્તુ મોકલી દેવામાં આવશે.

સ્ટ્રેટેજીને કારણે 500 કેસ બહાર આવ્યાં છે. જો આ કેસ બહાર ન આવત તો એક કેસ બીજા 400 લોકોને ઈન્ફેક્ટ કરતાં એટલે 2 લાખ કેસ નવા નોંધાયા હોત. 400ને ઈન્ફેક્ટેડ કેસ અને 3 ટકા મોતને કારણે આપણે 5000 લોકોના મોત અટકાવી શક્યાં છીએ.

ABOUT THE AUTHOR

...view details