- 18 વર્ષથી મોટી ઉંમરના લોકોનું વેક્સીન માટે રજીસ્ટ્રેશન
- સરકાર અને ખાનગી સેન્ટરોએ વિગતો પુરી ન પાડતા સ્લોટનું બુકિંગ અટક્યું
- એક કલાકમાં જ 35 લાખથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન
કોરોનાના રસીકરણ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા
અમદાવાદઃ દેશમાં કોરોનાને સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેક્સીનેશન ઝડપી બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો પોતપોતાની રીતે રજીસ્ટ્રેશન કરાવી કોરોનાની વેક્સીન લઇ શકે છે. આ અંગેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારે શરૂઆતના એક કલાકમાં જ 35 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
કોરોનાના રસીકરણ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા રજીસ્ટ્રેશન તો થયું, પરંતુ સ્લોટ ક્યાં?
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી https://selfregistration.cowin.gov.in/ પરથી લોકો વેક્સીન માટે રજીસ્ટ્રેશન તો કરાવી શકે છે, પરંતુ વેક્સીન લેવા માટે પોતાનો વિસ્તાર કે નજીકના વેક્સીનેશન સેન્ટરને સિલેક્ટ કરવા માટે માત્ર 45 કરતા વધુ લોકોનો જ સ્ટ્રોલ બતાવવામાં આવે છે. જો કે આ પાછળનું કારણ એ છે કે, રાજ્ય સરકાર દ્વારા રજીસ્ટ્રેશન કરનાર લોકોને હજુ સુધી સ્લોટ ફાળવાયા નથી.
દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થવાનું છે. ત્યારે સરકારે સ્પષ્ટતા કરી હતી કે, લોકોને એપોઈન્ટમેન્ટ પ્રાઈવેટ અથવા રાજ્ય સરકારનાં જે સેન્ટર્સમાં જગ્યા હશે એ આધારે મળશે, એટલે કે રાજ્યમાં 1 મેના રોજ વેક્સિનેશન માટે તૈયાર સેન્ટર્સના આધારે જ લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવશે.
કોરોનાના રસીકરણ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1 કલાકમાં 35 લાખથી વધુ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન 18 વર્ષથી વધુના લોકોને કોરોનાની વેક્સીન આપવાના રજીસ્ટ્રેશનની શરૂઆત થતાની સાથે શરૂઆતના 1 કલાકમાં 35 લાખથી વધુ લોકોએ દેશમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમની જાણકારી સરકારના આરોગ્ય સેતુ નામના ટ્વિટર હેન્ડલ પરથી આપવામાં આવી હતી. તો કેટલાક રાજયમાં સ્લોટ બુક કરી શકાતો નથી. તો દિલ્લીમાં સ્લોટ બુકિંગ થઇ શકે છે. તેની જાણકારી પણ આપવામા્ં આવી હતી. તો એવી જાણકારી પણ આપવામાં આવી છે, કે જે તે રાજયની સરકાર દ્વારા વેક્સીનેશન સેન્ટરોની વિગતો આપવામાં આવશે. ત્યાર બાદ તે રાજયના સ્લોટ બુકિંગ કરી શકાશે.
કોરોનાના રસીકરણ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન
18 વર્ષથી ઉપરનાં લોકો કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન પર 28 એપ્રિલ બુધવારથી કોરોના રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે.
રસી લેનારાઓએ પહેલા કોવિન એપ પર અથવા https://selfregistration.cowin.gov.in/ વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે.
નોંધણી કરવા માટે, તમારે પહેલા તમારા મોબાઇલ નંબરને એપ્લિકેશન અથવા વેબસાઇટ પર એડ કરવો પડશે. આ પછી, મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. તેની ચકાસણી કરવી પડશે.
હવે તમે રસીકરણ માટે નોંધણીના પૃષ્ઠ પર જશો. જ્યાં તમારે ફોટો આઈડી પ્રૂફ માહિતી ભરવાની રહેશે. તમે આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ અથવા પેન્શન પાસબુક પસંદ કરી શકો છો.
પછી તમારે આઈડી પ્રૂફ નંબર, તમારું નામ, લિંગ અને જન્મ તારીખ ભરવી પડશે.
બધી માહિતી ભર્યા પછી, તમારે રજીસ્ટર બટન પર ક્લિક કરવું પડશે. નોંધણી પછી તમે પસંદીદા રસીકરણ કેન્દ્ર પસંદ કરી શકો છો.
આ પછી, તમને રસીકરણની તારીખ અને સમય વિશે માહિતી મળશે.
આ પણ વાંચો: કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર, કોરોનાને અટકાવવા આપ્યા સૂચનો