અમદાવાદ મનપાની ચૂંટણી પહેલાં ભાજપને ફટકો, 300થી વધુ કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયાં - ગુજરાત કોંગ્રેસ
રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે અને ઉમેદવારના નામને લઇ બંને પક્ષ આખરી ઓપ આપવામાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે ત્યારે અમદાવાદના છારાનગરના 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયાં હતાં.
અમદાવાદઃ ગુજરાતમાં હાલ પેટા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ અમદાવાદમાં બંને પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યાં હોય તેવું જોવા મળી રહ્યાં છે.ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને એક મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ શહેરમાં 200થી વધુ કાર્યકર્તા ભાજપ સાથેનો છેડો ફાડી હવે કોંગ્રેસમાં જોડાયાં છે. કુબેરનગર વોર્ડ કે આસપાસના વિસ્તારમાં વિકાસ થયો નથી અને ધારાસભ્યો અને કોર્પોરેટરો તેમની વાત નથી સાંભળતાં તેવી જ ફરિયાદ સાથે ભાજપમાંથી છેડો ફાડીને હવે તેઓ કોંગ્રેસમાં જોડાયાં છે તે આગામી દિવસોની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે થઈ અનેક સંકેતો સૂચવી રહ્યાં છે.