- હજી પણ રાજ્યમાં 30 હજાર લોકો ન્યાયની પ્રતીક્ષામાં
- નવા કાયદામાં ઇન્વેસ્ટિગેશન વિંગની રચનાની જોગવાઈ
- જાહેરાતોમાં ગેરમાર્ગે દોરનારા એકમ સામે કાયદામાં જોગવાઈ
અમદાવાદઃગ્રાહકોને મળતી વસ્તુઓ, સેવાઓની સામે વધતા કેસોને લઇ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પોતાની હદમાં આવતા વિષયો ઉપર વારંવાર પગલાં લીધા છે. વર્ષ 2019માં મંજૂર થયેલા ગ્રાહક સુરક્ષા સંરક્ષણ બિલના સુધારાઓને આ દિશામાં એક મહત્વનું પગલું ગણવામાં આવ્યું.
શું છે કન્ઝ્યુમર કોર્ટમાં કેસની સ્થિતિ?
ગ્રાહક સુરક્ષા અધિનિયમનો ઉપયોગ કરી વર્ષ 1990થી આજદિન સુધી રાજ્યભરમાં કુલ 2,50,822 કેસ નોંધાયા છે. જેમાંથી 2,50,000 કેસનો નિકાલ થયો છે. જો કે હજી 30 હજાર જેટલા ગ્રાહકોને ન્યાય મેળવવા કતારમાં ઉભા રહેવું પડી રહ્યું છે.
સામાન્ય રીતે 90થી 150 દિવસમાં આવવો જોઈએ કેસનો નિકાલ
કન્ઝ્યુમર અફેર્સના વિશેષજ્ઞ મુકેશ પારેખના જણાવ્યા અનુસાર સામાન્ય સંજોગોમાં 90થી 150 દિવસોમાં કેસનો નિકાલ આવવો જોઈએ. ખરીદીના બિલ અને જો લેબોરેટરી તાપસ કરવી અનિવાર્ય હોય તો બીજા 14 દિવસ લાગતા હોય છે. પરંતુ વારંવાર પડતી મુદ્દતોને કારણે કેસમાં બિનજરૂરી વિલંબ થતો હોય છે.
ગ્રાહક ફરિયાદ નિવારણ કોર્ટમાં 1990થી આજદિન સુધી ગુજરાતમાં 2 લાખથી વધુ ફરિયાદ કરાઈ આ પણ વાંચોઃBSNLના કર્મચારીઓ દ્વારા ગ્રાહક સેવા કેન્દ્રનું કાઉન્ટર વહેલું બંધ કરાતા અરજદારોમાં રોષ
ત્રણથી વધુ મુદ્દત ન આપવાનો નિર્દેશ
મુકેશ પારેખ જણાવ્યું હતુ કે, ગ્રાહકોને ન્યાય મેળવવામાં બિનજરૂરી વિલંબ ન થાય તે માટે નેશનલ કમિશને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કેસમાં 3થી વધુ મુદ્દત ન આપવી જોઈએ.
વર્ષ 2019માં કરાયા હતા નવા સુધારા
કેસનો બેકલોગ ન થાય અને ઝડપી ન્યાય મળે તે માટે ત્રણ સ્તરીય કમિશનમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા. જેમાં 1 કરોડ સુધીની ફરિયાદ હવેથી જિલ્લા કમિશન અંતર્ગત, 1 કરોડથી વધુ અને 10 કરોડ સુધીની ફરિયાદો રાજ્ય કમિશન સમક્ષ અને 10 કરોડથી વધુની ફરિયાદ નેશનલ કમિશન પાસે કરી શકાશે.
આ પણ વાંચોઃમોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્તવ્યનિષ્ઠ 5 પોલીસકર્મીના સન્માન કરાયા
કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રધિકારણ
નવા સુધારમાં ગ્રાહકોના અધિકારોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી(CCPA)ની રચના કરવાની રહેશે. આ ઓથોરિટી ગ્રાહકોના અધિકારોનો ઉલ્લંઘન, ગેરમાર્ગે દોરનારી જાહેરાતો સામે પગલાં લેશે. ઉપરાંત તેની એક ઇન્વેસ્ટિગેશન વિંગની પણ સ્થાપના કરવામાં આવશે.
ગેરમાર્ગે દોરનારી જાહેરાતો સામે દંડની જોગવાઈ
CCPA ખોટી જાહેરાતો કરનારા મેનુફેક્ચરિંગ એકમને 10 લાખનો દંડ કરી શકે છે. ફરીથી નિયમ ભંગ કરનારા એકમને 50 લાખનો દંડ કરી શકાશે તેમજ મેન્યુફેક્ચર કરનારને 2 વર્ષથી લઇને 5 વર્ષ સુધીની સજા ફટકારી શકાશે.