અમદાવાદઃ અમદાવાદમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. અમદુપુરા વિસ્તારમાં આવેલ મિલન કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી હતી. જેને લઈને ફાયર વિભાગની 12 જેટલી ગાડી આગ પર કાબૂ મેળવવા પહોંચી છે. ફાયર વિભાગ દ્વારા આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
અમદાવાદની ભરત મિલમાં ભીષણ આગ, ફાયરની 10થી વધુ ગાડી ઘટનાસ્થળે
અમદાવાદમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. અમદુપુરા વિસ્તારમાં આવેલ મિલન કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી હતી. જેને લાઈમે ફાયર વિભાગની 12 જેટલી ગાડી આગ પર કાબુ મેળવવા પહોંચી છે. ફાયર વિભાગ દ્વારા આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
અમદાવાદ-ભરત મિલ કંપાઉન્ડમાં ભીષણ આગ, ફાયરની10થી વધુ ગાડી ઘટનાસ્થળે..
શહેરના અમદુપુરામાં આવેલી ભરત મિલ કંપાઉન્ડમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગ વધુ પ્રસરી હતી. ફાયર વિભાગને જાણ થતાં 12 જેટલી ગાડી ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે.
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. જો કે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી.
Last Updated : Mar 13, 2020, 2:35 PM IST