- કોરોનાના આંચ હવે બાળકો સુધી પહોંચી
- રાજ્યમાં સામે આવી રહ્યાં છે બાળકોના મૃત્યુના કિસ્સા
- બાળકોને બચાવવા થઇ રહ્યાં છે તમામ પ્રયત્ન
ન્યૂઝ ડેસ્ક: કોરોના કાળ બનીને રાજ્યમાં તાંડવ કરી રહ્યો છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ગુરુવારે રાજ્યમાં 8,152 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે જ્યારે 81 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની આ ઝાળ હવે બાળકો સુધી પણ પહોંચી છે. રાજ્યમાં હવે એવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે જેમાં નવજાતના કોરાનાના કારણે મૃત્યુ થઇ રહ્યાં છે
તમામ પ્રયત્ન છતાં બાળકીનું મૃત્યુ
સુરતમાં જ બે કિસ્સા સામે આવ્યા છે જેમાં 14 દિવસના બે બાળકો કોરોના સામે ઝઝૂમ્યા પણ આખરે હારી ગયા. સુરતના વરાછા વિસ્તારની ડાયમંડ ડોસ્પિટલમાં 14 દિવસની દિકરીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. નવજાતની માતાને કોરોના થયો હતો, જેના કારણે 5 દિવસની બાળકી કોરોના સંક્રમિત બની હતી. બાળકીને બચાવવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં. નોન-કોવિડ હોસ્પિટલમાં બાળકી માટે ખાસ વ્યવસ્થા કરીને વેન્ટિલેટરની પર રાખવામાં આવી. કોરોના સામે બાળકી જંગ હારી ન જાય તે માટે તેને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યું. પ્લાઝમાની જરૂર લાગી, તો પૂર્વ મેયર જગદીશ પટેલે પ્લાઝમા ડોનેટ કરીને આ બાળકીને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ કદાચ નસીબને પણ આ મંજૂર નહીં હોય તેમ બાળકી કોરાના સામે જંગ હારી ગઇ. બાળકીના મૃત્યુથી પરિજનોને આંચકો લાગ્યો જેના ભવિષ્યના અનેક સપના માતાપિતાએ જોયા હતા આ સપના કોરોનાએ છીનવી લીધા. આ એ સ્થિતિ હતી કે જ્યાં માતા પિતા સાથે ડૉક્ટર અને નર્સની આંખો પણ ભીંજાઇ ગઇ હતી.
વધુ વાંચો:મહીસાગરમાં અત્યાર સુધી 2.33 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું