ગુજરાત

gujarat

ETV Bharat / city

મોરારી બાપુએ વિચરતી જાતિના લોકો અને સેકસ વર્કરના પરિજનોને કરી 35 લાખની સહાય - Morari Bapu's community

છેલ્લા 15 મહિનાઓથી સમગ્ર વિશ્વ કોવિડની મહામારીનો સામનો કરી રહ્યું છે. જેની અસરો વ્યાપક છે. ત્યારે મોરારી બાપુએ વિચરતી જાતિના લોકો અને સેકસ વર્કર બહેનોના પરિવારના સભ્યોને રૂપિયા 35 લાખની સહાય કરી છે.

કોરોના મહામારીમાં મોરારી બાપુની સમાજને 35 લાખની સહાય
કોરોના મહામારીમાં મોરારી બાપુની સમાજને 35 લાખની સહાય

By

Published : May 15, 2021, 1:16 PM IST

  • જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચે તે માટેનો એક પ્રયાસ
  • કોરોના મહામારીમાં વિચરતી જાતિના લોકો માટે 11 લાખની સહાય
  • સેક્સ વર્કરના પરિવારોના પુનઃ વસન માટે 24 લાખની સહાય

અમદાવાદ: છેલ્લા 15 મહિનાઓથી સમગ્ર વિશ્વ કોવિડની મહામારીનો સામનો કરી રહ્યું છે. જેની અસરો વ્યાપક છે. લોકોના આરોગ્ય ઉપરાંત રોજીંદા જીવનમાં પણ કોરોનાની મહામારીએ અસર કરી છે. ત્યારે પોતાની જ્ઞાનવાણીથી લોકોને સંસ્કૃતિનું જલપાન કરાવતા કથાકાર મોરારી બાપુએ વિચરતી જાતિના લોકો અને સેકસ વર્કર બહેનોના પરિવારના સભ્યોને રૂપિયા 35 લાખની સહાય કરી છે.

આ પણ વાંચો:કોરોનાકાળમાં કથાકાર મોરારી બાપુએ 4 તાલુકાને રૂપિયા 1 કરોડ સહાયની કરી જાહેરાત

વિચરતી જાતિ સમુદાય મંચન મિત્તલ પટેલની સંસ્થાને બાપુ દ્વારા 11 લાખની સહાય

સતત એમણે વિવિધ સંસ્થાઓ, સમાજસેવી સંગઠનોને આર્થિક સહાય આપી છે અને તે દ્વારા સમાજના છેલ્લા વર્ગના લોકો સુધી પહોંચ્યા છે. સાથો-સાથ રામકથાના અવિરત અનુષ્ઠાન દ્વારા લોકોમાં વ્યાપેલી નિરાશા, હતાશા અને દરની માનસિકતા સામે કામ કર્યું છે. આજ રોજ ગુજરાત વિચરતી જાતિ સમુદાય મંચન મિત્તલ પટેલની સંસ્થાને બાપુ દ્વારા 11 લાખ આપવામાં આવ્યા છે. જયારે ગુજરાત, મુંબઈ, ઉત્તર પ્રદેશના ઉન્નાવ, દિલ્હી સહીત વિવિધ પ્રાંતમાં સેકસ વર્કર બહેનોનાં પરિવારના પુનઃ વસન માટે કાર્યરત સંસ્થાઓ અને સંગઠનોને 24 લાખની સહાય મોકલવામાં આવશે. આમ કુલ 35 લાખની સહાય મોકલવામાં આવશે.

આ પણ વાંચો:મોરારીબાપુએ બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ગત વર્ષે પણ મોરારી બાપુએ રૂપિયા 1 કરોડની સહાય કરવામાં આવી હતી

કોરોનાને કારણે લોકોના ધંધા-રોજગારથી લઈ માનસિક સ્વાસ્થ્ય સુધી અસર થઈ છે. દેશના અનેક પ્રાંતોમાં સામાન્ય લોકો માટે તેમનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે. એવામાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચે તે માટેનો આ એક પ્રયાસ છે. ગત વર્ષે પણ મોરારી બાપુએ રૂપિયા 1 કરોડની સહાય પ્રધાનમંત્રી રાહત કોષને મોકલી હતી.

ABOUT THE AUTHOR

...view details