ગુજરાત

gujarat

ETV Bharat / city

RSS ના સર સંઘ સંચાલક મોહન ભાગવત આવતા મહિને લેશે ગુજરાતની મુલાકાત - Gujarat News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સર સંઘ સંચાલક મોહન ભાગવત (Mohan Bhagwat) આવતા મહિને ગુજરાત આવી રહ્યા છે. તેઓ ગુજરાતમાં સુરતની મુલાકાત લેશે. જ્યાં તેઓ જનસંપર્ક વધારશે અને સંઘના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. દર વર્ષે તેમનો આ પ્રકારનો પ્રવાસ કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે.

Ahmedabad News
Ahmedabad News

By

Published : Aug 11, 2021, 8:41 PM IST

  • સર સંઘ સંચાલક મોહન ભાગવત આવશે ગુજરાતની મુલાકાતે
  • સુરત શહેરની કરશે મુલાકાત
  • સંપર્ક યાત્રાનો કાર્યક્રમ
  • રત્નાકરની નિયુક્તિ અને ભાગવતની ગુજરાત મુલાકાત

અમદાવાદ: તાજેતરમાં જ ભાજપના પ્રદેશના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકર (Ratnakar) ની નિયુક્તિ કરવામાં આવી છે. જેની નિયુક્તિ સંગઠનને સુદ્દઢ કરવા સંઘ દ્વારા કરવામાં આવે છે. એટલે કે તે વ્યક્તિ સંઘનો ભાજપ સંગઠનમાં પ્રતિનિધિ હોય છે. રત્નાકર (Ratnakar) ની નિયુક્તિ બાદ ગુજરાતમાં મોહન ભાગવત (Mohan Bhagwat) ના ગુજરાત પ્રવાસની રાજકીય અટકળો ઊભી થઈ રહી છે. ભાજપ સરકારના કાર્યોની સમીક્ષા કરવા તેઓ અહીં આવી રહ્યા છે. તેઓ ગુજરાતમાં હિન્દુત્વવાદી સંઘની ભગીની સંસ્થાઓ પદાધિકારીઓ સાથે બેઠક કરશે.

RSS ના સર સંઘ સંચાલક મોહન ભાગવત આવશે ગુજરાતની મુલાકાતે

આ પણ વાંચો : હિન્દુ હોય કે મુસ્લિમ બધા ભારતીયોનું DNA એક : મોહન ભગવત

2022 ની ચૂંટણી પહેલા મોહન ભાગવતની સૂચક મુલાકાત

ગુજરાતમાં 2022 ના વિધાનસભાની ચૂંટણીને લઈને પણ તેઓ અહીંયા મહત્વપૂર્ણ બેઠક કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં ચૂંટણી વહેલી આવે તેવી પણ શક્યતાઓ છે. સાથે જ ઓબીસી આરક્ષણ (OBC reservation) ને લઈને પણ ગુજરાતમાં મોહન ભાગવત (Mohan Bhagwat) તરફથી ટીપ્પણીની શક્યતા છે. સંઘના ગુજરાતમાં મીડિયા કન્વીનર વિજય ઠાકરે Etv Bharat ને જણાવ્યું હતું કે, મોહન ભાગવત (Mohan Bhagwat) 16 સપ્ટેમ્બરમાં ગુજરાત આવશે અને તેઓ ફક્ત સુરતની મુલાકાત લેશે. મહત્વના પદાધિકારીઓ સાથે બેઠક કરીને પોતાનો સંપર્ક વધારશે. દર વર્ષે દરેક રાજ્યમાં તેમનો આ પ્રકારનો કાર્યક્રમ ગોઠવાયેલો હોય છે.

RSS ના સર સંઘ સંચાલક મોહન ભાગવત આવશે ગુજરાતની મુલાકાતે

આ પણ વાંચો : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ

ABOUT THE AUTHOR

...view details