અમદાવાદ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર નવી ફિલ્મનું ટ્રેલર મોદીજી કી બેટી ખૂબ વાયરલ (Modiji Ki Beti movie) થઈ રહ્યું છે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. જેને લઈને આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી અવની મોદીએ ફિલ્મ વિશે કેટલાક યાદગાર પ્રસંગો અને ફિલ્મ વિશે રસપ્રદ વાતો ETV Bharat સાથે કરી હતી. ત્યારે આવો જાણીએ અભિનેત્રી અવની મોદીએ મોદીજી કી બેટી ફિલ્મને લઈને શું કહ્યું. (actress Avani Modi)
અભિનેત્રી અવની મોદીએ મોદીજી કી બેટી ફિલ્મને લઈને કરી ખાસ વાત મોદીજી કી બેટીઅભિનેત્રી અવની મોદીએ જણાવ્યું હતું કે, એક પત્રકાર દ્વારા તેમને જે રીતના સવાલ કરવામાં આવ્યો હતો કે, મોદીજી કી બેટી નામ કઈ રીતના રાખવામાં આવ્યું અને મેં જવાબ આપ્યો હતો કે, હું જ મોદીજી કી બેટી છું. આ ફિલ્મની ક્લિપ સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી. ત્યારે મને આ નામની સાથે એક સ્ટોરી મારા મગજમાં આવી રહી હતી. જેની વાત મેં મારા ફિલ્મ ડિરેક્ટરને કરી અને એમણે મને કહ્યું કે અવની તું આ ફિલ્મ વિશે સ્ટોરી લખ અને આપણે જ આને પ્રોડ્યુસ કરીશું. (modiji ki beti trailer)
અભિનેત્રીની એક્સાઈટમેન્ટ વધુમાં જણાવ્યું હતું કે, આ વાતની સાથે મારી મોદીજી કી બેટી ફિલ્મનું નિર્માણ લેખન શરૂ થયું હતું. જે હવે 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પ્રોડ્યુસર અને લેખક તરીકે આ મારી પહેલી ફિલ્મ છે. એટલે હું નર્વસની સાથે મને એક્સાઈમેન્ટ પણ છે. આ ફિલ્મોના શૂટિંગ દરમિયાન થયેલા યાદગાર અનુભવ વિશે તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મનાલી અને તેની આજુબાજુની પર્વતમાળાઓમાં થયેલું છે. (avani modi movies)
ફિલ્મની વાર્તા આ ફિલ્મ એકદમ પારીવારીક છે. આ ફિલ્મમાં કોમેડી, એક્શન અને ડ્રામાથી ભરપૂર છે. આ ફિલ્મમાં એક છોકરી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુત્રી હોવાનો તે દાવો કરે છે. આ વાતનો ફાયદો લઈને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ટ્રેનિંગ રહેલા બે આતંકવાદીઓને આ વાતની જાણ થાય છે અને આ બંને મૂર્ખ આતંકી પોતાની જાતને સાબિત કરવા માટે થઈને PM મોદીની દીકરી સમજીને અવનીનું અપહરણ કરીને પાકિસ્તાન લઈ જાય છે. આ અપહરણની સાથે જ સર્જાય છે એક એવી કોમેડી જે દર્શકોને ભરપૂર હસાવશે. (Modiji Ki Beti release)
દર્શકો માટે સંદેશો અવની મોદીએ ફિલ્મને લઈને દર્શકોને સંદેશ આપ્યો છે કે, આ માત્ર મારી એક દીકરીની વાત નથી, પરંતુ દેશની તમામ દીકરીઓ છે તે બધા આપણા વડાપ્રધાન મોદીની દીકરી છે. તેથી એક સુંદર ફિલ્મ છે. જેને તમામ દર્શકો જોવા જાય અને પારિવારિકની સાથે ભરપૂર કોમેડીની પણ મજા કરાવશે. તેમજ આ ફિલ્મમાં વિક્રમ કોચર, તરુણ ખન્ના, પીતોબાશ ત્રિપાઠી, જેવા કલાકારો સાથે કામ કરવાની એક સારી તક પણ મળી અને મજા આવી. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મની રાહ જોઈ રહેલા તમામ સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સ ટ્રેલરને પસંદ કરી રહ્યા છે. તેમજ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ પણ થઈ રહ્યું છે. (actress Avani Modi Interview)