ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી ફરી એક વખત મળ્યો મોબાઈલ

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અવારનવાર મોબાઈલ મળવાની ઘટના સામે આવે છે. તેવામાં ફરી એક વખત સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટી વિભાગવાળી ખોલીમાંથી એક મોબાઈલ મળવાની ઘટના સામે આવી છે. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી ફરી એક વખત મોબાઈલ મળ્યો
અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી ફરી એક વખત મોબાઈલ મળ્યો

By

Published : Oct 17, 2020, 2:19 PM IST

અમદાવાદ: અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અવારનવાર મોબાઈલ મળવાની ઘટના સામે આવે છે. તેવામાં ફરી એક વખત સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટી વિભાગવાળી ખોલીમાંથી એક મોબાઈલ મળવાની ઘટના સામે આવી છે. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેલમાં કેદીઓ પોલીસની આંખમાં ધૂળ નાખીને મોબાઈલ સાથે ઝડપાય છે. અવારનવાર મોબાઈલ મળી આવવાથી પોલીસને પણ કંઈ સમજાતું ન હોય તેવું લાગી રહ્યું છે.

જેલના સ્કોડ દ્વારા જેલમાં ચકાસણી કરવામાં આવી હતી. તે દરમિયાન જેલ વિભાગ-1ના હાઈસિક્યોરિટી વિભાગમાંથી ખોલી નંબર- 707ની જમણી બાજુની દિવાલ પરના પ્લાય અને પતરાંની વચ્ચેથી 1 મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોબાઈલ મળતા જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેલના હાઈસિક્યુરિટી વિભાગમાંથી ફોન મળી આવતા જેલ તંત્ર પર જ અનેક સવાલ ઊઠી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details