અમદાવાદ: વિરમગામ એક ઐતિહાસિક ગામ છે. વિરમગામમાં આવેલા મુનસર તળાવ મીનળદેવી દ્વારા બંધાવવામાં આવ્યું હતું. મુનસર તળાવ વિશે અભ્યાસક્રમમાં પણ આવતું હતું. મુનસર તળાવ થી વિરમગામની આન બાન અને શાન વર્ષો પહેલા ગણાતું હતું.
વિરમગામના મુનસર તળાવ અને નળ સરોવરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા ધારાસભ્યએ કરી રજૂઆત - tourist destinations
વિરમગામમાં આવેલા મુનસર તળાવ અને નળ સરોવરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા ધારાસભ્ય લાખાભાઈ ભરવાડેપ્રવાસન પ્રધાન જવાહર ચાવડાને રજૂઆત કરી હતી.વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવ અને વિશ્વવિખ્યાત પક્ષી અભયારણ નળ સરોવરનો વિકાસ કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ
મુનસર તળાવની મુલાકાત લેવા પહેલા લોકો આવતા હતા પરંતુ અત્યારે મુનસર તળાવની ડેરીઓ તૂટેલી હાલતમાં છે. તેમજ તળાવની આસપાસ ગંદકીના હિસાબે મુનસર તેની ઓળખ ગુમાવી ચૂક્યું છે. અત્યારે તળાવની ઐતિહાસિક ધરોહર છે. તે ધીમે ધીમે નષ્ટ થઇ રહી છે. વિરમગામ તાલુકાનું નળ સરોવર પણ આવેલું છે.ત્યારે વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે મુનસર તળાવ અને નળ સરોવરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાને ગાંધીનગર જઇ રૂબરૂ મળીને રજૂઆત કરી છે.