- કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો
- ધારાસભ્ય ખેડાવાલાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું
- કાર્યકરો નારાજ થતા ઇમરાન ખેડાવાલાએ આપ્યું રાજીનામું
અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે, જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
ગ્યાસુદ્દીન શેખે માગ સંતોષવા માટે કરી રજૂઆત ગ્યાસુદ્દીન શેખ પણ ઇમરાન ખેડાવાલાની તરફેણમાં
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ ઇમરાન ખેડાવાલાની તરફેણમાં છે અને પક્ષના નેતાઓને રજૂઆત કરીને અને તેમની માગણી સંતોષવામાં આવે તેવી માગ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પક્ષમાં આંતરિક વિવાદ જોવા મળ્યા છે. આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાલાના પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. જોકે, ઇમરાન ખેડાવાલાના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.