અમદાવાદ:સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના મધ્યાહ્ન (Mid Day Meal Scheme In Gujarat) ભોજનનો મામલો ગુજરાત હાઈકોર્ટ (Mid Day Meal Gujarat High Court) પહોંચ્યો છે. રાજ્યમાં પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના 2 સખી મંડળ (Sakhi Mandal Chhota Udepur) પાસેથી એકલવ્ય સ્કૂલમાં બાળકો માટે ભોજન બનાવવાની કામગીરી પાછી લઇ આ કામ ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ મામલે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી છે.
સખી મંડળ પાસેથી કામગીરી છીનવી- ગ્રામ્ય વિસ્તારમાં આદિજાતિ સમાજના બાળકો (Tribe Children In Gujarat Villages) માટે રેસ્ડેન્સિયલ સ્કૂલો (Residential Schools For Children In Gujarat)માં ભોજન તથા નાસ્તાની વ્યવસ્થા માટે જે તે વિસ્તારના સખી મંડળોને કામગીરી સોંપવામાં આવી હતી. આ માટે થઈને ગુજરાત સરકારે 2012માં પરિપત્ર પણ કર્યો હતો, પરંતુ પંચમહાલ (Sakhi Mandal In Panchmahal) અને છોટાઉદેપુર જિલ્લાના 2 સખી મંડળ પાસેથી આ કામગીરીને છીનવી લઇને ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ (Mid Day Meal Contract Gujarat) આપી દેવામાં આવ્યો હતો જેને લઇને હવે આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે.
આ પણ વાંચો:Mid day meal scheme resumes : 29 માર્ચથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત