- માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સતત વધારો
- બોડકદેવમાં આવેલી કાસા વ્યોમા બિલ્ડિંગના 210મકાનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં
- ખાનગી હોસ્પિટલમાં બેડ ભરવાની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ
અમદાવાદ : શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના બોડકદેવ, ચાંદલોડિયા વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બોડકદેવ વિસ્તારમાં આવેલી કાસા વ્યોમા બિલ્ડિંગમાં કુલ 210 મકાનને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં રહેતા 850 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. શહેરમાં પશ્ચિમના વિસ્તારોમાં પણ વિશાળ સંખ્યામાં પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું છે.
જાહેર પરિવહનના વાહનો કરફ્યૂના સમય અવરજવર કરી શકશે નહીં
અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સતત વધારો થઈ રહ્યો છે. જે કારણે રાત્રિ કરફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યો છે અને જાહેર પરિવહનના વાહનો પણ કરફ્યૂના સમય સિવાય જ અવરજવર કરી શકશે.
અધિકારીઓની બેઠક યોજવામાં આવી
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નવા દર્દીઓ માટે બેડ ન હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે શહેરમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ અને હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, આ અંગે ચર્ચા કરવા માટે અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.