અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ, પરંતુ પ્રવાસીઓની સંખ્યા નહિવત - અનલૉક4
અમદાવાદમાં ફરી એક વખત મેટ્રો સેવા શરૂ થઈ છે. કોરોનાકાળ વચ્ચે શરૂ થયેલી મેટ્રો સેવાને લઈને તંત્રએ વિશેષ તૈયારી કરી છે. ઉલ્લેખનીય છે કે ,મેટ્રો સ્ટેશનને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મેટ્રોમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આજથી મેટ્રો ટ્રેન શરૂ થઈ છે પણ પ્રવાસીઓની સંખ્યા નહિવત હતી. હજી પણ થોડા દિવસ લોકો ટ્રેનમાં બેસતાં ગભરાશે તેવું લાગી રહ્યું છે.
અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ
અમદાવાદ: આજે મેટ્રોમાં પ્રવાસ કરવા આવેલાં બધાં જ પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. પ્રવાસીઓ માટે મેટ્રો સ્ટેશન પર પગથી સંચાલિત સેનેટાઈઝર ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. સાથે જ સેનેટાઈઝ કરેલા ટોકન આપવામાં આવ્યા હતા અને દરેક ટ્રીપ બાદ ટ્રેનને પણ સેનેટાઈઝ કરવામાં આવી રહી છે.