અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે સરકાર તમામ અધૂરા કામ પૂર્ણ કરવાની તૈયારીમાં લાગી છે. તેવામાં હવે અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ રહી છે. શહેરમાં હવે બીજા કોરિડોરનું કામ પૂર્ણ થતા (Metro Train Second Corridor work completed) તેનું ટ્રાયલ શરૂ કરી દેવામાં (Ahmedabad Metro City Work in Process) આવ્યું છે. અમદાવાદની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પહેલાથી જ ઉત્તમ પ્રકારની છે. અહીં દરેક ખૂણે જવા માટે AMTS, BRTS બસો દોડી રહી છે. તેવી જ રીતે હવે મેટ્રો ટ્રેન દોડશે.
વડાપ્રધાને વર્ષ 2019માં વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેનનું કર્યું હતું ઉદ્ઘાટન ગુજરાતનું પહેલું મેટ્રો સિટી અમદાવાદ -ગુજરાતનું પ્રથમ મેટ્રો સિટી (Metro City Ahmedabad) તરીકે કોઈ શહેર ઓળખાતું હોય તો તે અમદાવાદ છે. અહીં મેટ્રો ટ્રોનની શરૂઆત થઈ રહી છે, જેમાં પહેલો કોરિડોર શરૂ થઈ ગયો છે. પરંતુ હવે બીજા કોરિડોરનું કામ પૂર્ણ (Metro Train Second Corridor work completed) થતાં તેનું ટ્રાયલ શરૂ કરી (Ahmedabad Metro City Work in Process) દેવાયું છે. અહીં 6 માર્ચ 2019માં જાહેર જનતા માટે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કિમીના રૂટની મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી હતી. હવે આગળનો ફેઝનું કામ પૂર્ણ થતાં ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્યાસપુર ડેપોથી મોટેરા સ્ટેશન પહોંચી હતી.
વડાપ્રધાને વર્ષ 2019માં વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેનનું કર્યું હતું ઉદ્ઘાટન ગ્યાસપુર ડેપોથી મોટેરા સ્ટેશન સુધી ટ્રાયલ કરાયું -અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ 1માં બે કોરિડોર છે, જેમાં એક નોર્થ સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા સુધી અને બીજો ઈસ્ટ વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી છે. ગ્યાસપુર ડેપોનું કામ પુર્ણ થતા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી કરવામાં આવી હતી. ત્યારબાદ તેને લંબાવીને વિજયનગર સુધી અને હવે ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનું સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પહેલા મેટ્રો ટ્રેન થશે દોડતી આ પણ વાંચો-PM મોદીના 8 વર્ષના શાસનમાં અત્યાર સુધી ગુજરાતને શું મળ્યું, જૂઓ
ટ્રાયલની સાથે સાથે કામગીરી ચાલુ રહેશે -હજી પણ મેટ્રો સ્ટેશનની કામગીરી ચાલી રહી હોવાથી તેને શરૂ કરવામાં સમય લાગી (Ahmedabad Metro City Work in Process) શકે છે. જોકે, મેટ્રો ટ્રેનના ટ્રાયલ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે. તેમાં ખાસ કરી સેફ્ટી બાબતને ધ્યાનમા રાખીને ગ્યાસપુર ડેપોનું અને ગ્યાસપુરથી મોટેરા સુધીની લંબાઈનું નિરીક્ષણ કરવા કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સી.એમ.આર.એસ)ને (Commissioner of Metro Rail Safety) વિનંતી કરવામાં આવશે. તેમાં કાયદાકીય પ્રક્રિયા નિયમ મુજબ, મેટ્રોના ઓપરેશન માટે મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી છે. તો ઓગસ્ટના અંત સુધીમાં એટલે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં શરૂ કરી દેવામાં આવે તે પ્રમાણે ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.
ચૂંટણી પહેલા મેટ્રો ટ્રેન થશે દોડતી આ પણ વાંચો-સુરતમાં મેટ્રો ટ્રેન માટે ડબલ ડેકર પ્લેટફોર્મ બનાવવામાં આવશે
વાસણા APMCથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી 15 સ્ટેશન -વાસણા APMCથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી 18.87 કિમી જેટલા અંતરમાં 15 જેટલા મેટ્રો સ્ટેશન બનવવામાં આવ્યા છે. તેમાં જીવરાજ, રાજીવનગર, શ્રેયાંશ ક્રોસિંગ, પાલડી, ગાંધીગ્રામ, ઓલ્ડ હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વાડજ, રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, એઈસી, સાબરમતી અને મોટેરા મેટ્રો સ્ટેશન આમ કુલ 15 જેટલા મેટ્રો સ્ટેશન બનવવામાં આવ્યા છે. જ્યારે ઈસ્ટ વેસ્ટ કોરિડોરની લંબાઈ 21.16 કિમી છે.
વસ્ત્રાલથી થલતેજ ગામ સુધીમાં 17 સ્ટેશન - આ સિવાય વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો કોરિડોર છે, એમાં 17 સ્ટેશન છે. નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી, એેપેરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, ઓલ્ડ હાઈકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ સ્ટેશન વગેરે સ્ટેશનો રહેશે.
મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગનો અભાવ -અમદાવાદ શહેરમા મેટ્રો તો શરૂ કરવામાં આવી છે, પરંતુ મેટ્રો સ્ટેશન પાસે પાર્કિગ જગ્યા ન હોવાથી ક્યાંકને ક્યાંક મુશ્કેલી ઉદ્ભવી શકે છે. આના કારણે પ્રવાસીઓની સંખ્યા ઓછી જોવા મળી શકે છે. આથી 10 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ નિષ્ફળ જઈ શકે છે. કેમ કે, પ્રવાસીઓને મેટ્રોની સવારી કરવા માટે અન્ય જગ્યાએ પાર્કિંગમાં વાહન મૂકી મેટ્રો સ્ટેશન પહોંચવુ પડી શકે છે. એટલે સમય પણ વધારે જઇ શકે છે.