અમદાવાદ : આજથી જે ફેઝ2નો પ્રારંભ થયો છે, તેની અંદર APMC થી મોટેરા સ્ટેડિયમ સુધી શરૂના 15 જેટલા સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો રુટ 17 કિમી સુધીનો રહેશો. દર 30 મિનિટે મેટ્રો ટ્રેન સ્ટોશન પર મળી રહેશે. સવારના 9 વાગ્યાથી રાત્રી 8 વાગ્યા સુધી મેટ્રો ઉપલબ્ધ રહેશે. થોડાક સમય પહેલા વડાપ્રધાન મોદી અમદાવાદના પ્રવાસે હતા, તે દરમિયાન તેમને શહેરીજનોને એક નવી ભેટ આપી હતી. જેમાં તેમને આમ જનતાને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ આજે પણ શહેરમાં અન્ય રુટ પર ફેઝ2નો શુભારંભ કરવામાં આવ્યો છે.
19 કિમી રૂટ પર શરૂઅમદાવાદ શહેરમાં ઉત્તરથી દક્ષિણને જોડતા એપીએમસી થી મોટેરા સુધીનો 19 કિમી જેટલો મેટ્રો રૂટમી શરૂઆત કરવામાં આવી છે. જેમાં સવારના 9 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી મેટ્રોની મુસાફરી કરી શકાશે. જેમાં રૂટની વાત કરવામાં આવેતો APMC, જીવરાજ પાર્ક, શ્રેયસ ક્રોસ રોડ, પાલડી, રાણીપ, સાબરમતી, ગાંધીગ્રામ, રાજીવનગર, જૂની હાઇકકોર્ટ, વાડજ જેવા કુલ 15 સ્ટેશન રાખવામાં આવ્યા છે.