ગુજરાત

gujarat

ETV Bharat / city

Metro Court Ahmedabad: જામીનના 15 દિવસ પૂર્ણ થયાં હોવા છતાં પોલીસે રિમાન્ડની કરી માંગ, કોર્ટે કરી કાર્યવાહી - ખોખરા પોલીસ અમદાવાદ

અમરાઈવાડી પોલીસે ગેરકાયદેસર રીતે ગોંધી રાખેલા આરોપીને જામીન આપ્યાના 15 દિવસ બાદ રિમાન્ડની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે કોર્ટે નોંધ્યું કે પોલીસ દ્વારા જે રિમાન્ડની માંગણી કરવામાં આવી છે તે CRPCની કલમ 167ની જોગવાઈની વિરુદ્ધ છે. કોર્ટે (Metro Court Ahmedabad) પોલીસ સામે કાર્યવાહી કરવાનો હુકમ આપ્યો છે.

આરોપીના જામીનના 15 દિવસ પૂર્ણ થયાં છતાં અમરાઈવાડી પોલીસે રિમાન્ડની કરી માંગ
આરોપીના જામીનના 15 દિવસ પૂર્ણ થયાં છતાં અમરાઈવાડી પોલીસે રિમાન્ડની કરી માંગ

By

Published : Apr 16, 2022, 8:25 PM IST

અમદાવાદ:અમરાઈવાડી પોલીસ (Amraiwadi Police Ahmedabad) દ્વારા આરોપીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના મામલે મેટ્રો કોર્ટે (Metro Court Ahmedabad) એક મહત્વનું અવલોકન કર્યું છે. પોલીસની રિમાન્ડ અરજી આરોપીની અટકાયત કર્યાના 15 દિવસ પછી ટકી શકે નહીં અને કાયદો બધા જ આરોપીના ગુના માટે લાગુ પડે છે, ત્યારે અમરાઇવાડી પોલીસ સ્ટેશન (Amraiwadi Police Station) દ્વારા આરોપીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યો હતો અને તેને ખોટી રીતે માર મારવામાં આવ્યો હતો.

15 દિવસ પછી રિમાન્ડની અરજી યોગ્ય નથી-વકીલ

આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો- આરોપીના જામીનના 15 દિવસ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે હવે પોલીસ સામે કાર્યવાહી કરવાનો હુકમ આપ્યો છે. આ ઘટના અંગેની ફરિયાદ દાખલ કરવાનો હુકમ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે (metropolitan magistrate court ahmedabad) કર્યો હતો અને તેની તપાસ અમદાવાદ કમિશ્નરને સોંપી હતી. તે તપાસ DCPના હુકમથી ખોખરા પોલીસ (khokhra police ahmedabad)ને સોંપવામાં આવી હતી. જેમાં એક આરોપી રિન્કુને સિટી સિવિલ કોર્ટ દ્વારા આગોતરા જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ પરંતુ PI ચૌધરી દ્વારા આગોતરા જામીનના 15 દિવસ પૂર્ણ થઇ ગયા હોવા છતાં અઢારમાં દિવસે પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Amraivadi PSI insults Metro Court: કોર્ટને જવાબ આપ્યા વગર અમરાઈવાડી PSI કોર્ટમાંથી થયા ફરાર, કોર્ટે CPને ફટકારી નોટિસ

15 દિવસ પછી રિમાન્ડની અરજી યોગ્ય નથી-બચાવ પક્ષના વકીલ નીતિન ગાંધીએ જણાવ્યું કે, અમરાઇવાડી પોલીસ સ્ટેશન દ્વારા જે આરોપીને ગોંધી રાખવામાં આવ્યો હતો તેમાં આરોપી રિન્કુને સેશન કોર્ટે જામીન પર મુક્ત કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડની મેટ્રો કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મુજબ 15 દિવસ પછી રિમાન્ડની અરજી યોગ્ય નથી. તેથી કોર્ટે હુકમ કરીને આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા નથી અને પોલીસે બેદરકારી કરી હોય તો આરોપી તે અંગે અલગથી પ્રક્રિયા કરાવી શકે છે.

આ પણ વાંચો:Woman lawyer beaten by police : પીડિતા મહિલા વકીલની આપવીતી પોલીસે ઢોરમાર માર્યો અને બિભત્સ ગાળો આપી

તપાસનીશ અધિકારીએ સરકારી ફરજમાં ચૂક કરી- આ સમગ્ર બાબતે કોર્ટે એવું નોંધ્યું કે, પોલીસ દ્વારા જે રિમાન્ડની માંગણી કરવામાં આવી છે તે CRPCની કલમ 167ની જોગવાઈની વિરુદ્ધ છે અને તપાસનીસ અધિકારીએ સરકારી ફરજમાં ચૂક કરી છે અને આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા છે. કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ (Contempt of court Amraiwadi Police)ની અરજી પર કોર્ટનું અવલોકન હતું કે, જો આરોપી ઇચ્છે તો તપાસનીસ અમલદાર પર લેખિત કે મૌખિક કાયદાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવા તે હકદાર રહેશે.

ABOUT THE AUTHOR

...view details