- રામલીલા વિરોધ કેસમાં દેખાવકારોની મુક્તિ
- મેટ્રો કોર્ટે રાજપૂત સમાજના 10 આગેવાનોને કર્યા નિર્દોષ મુક્ત
- સરદારનગર પોલીસ સ્ટેશને FIR દાખલ કરવામાં આવી હતી
અમદાવાદ: જિલ્લામાં વર્ષ-2013માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલાના વિરોધ સમયે પ્રદર્શન કરનારા રાજપૂત સમાજના 10 યુવાનોને નિર્દોષ છોડી મૂકવા મેટ્રો કોર્ટે હુકમ કર્યો હતો. ફિલ્મના પ્રમોશન સમયે અભિનેત્રી દીપિકા પાદુકોણ જયારે અમદાવાદમાં આવી હતી ત્યારે રાજપૂત યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેને લઇ સરદારનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી.
આ પણ વાંચો:રાજકોટમાં વકીલોએ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો