અમદાવાદદક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદે માઝા મૂકી (gujarat rain today news) છે. વરસાદ અહીંથી વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો છે. નવસારી, તાપી, સુરત અને વલસાડ જેવા જિલ્લાઓમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે નવસારીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી (rain forecast in gujarat) રહ્યો છે. અહીં સવારે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ (rain forecast in gujarat) વરસ્યો છે.
રાજ્યમાં હજી 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં હજી પણ કેટલીક જગ્યાએ વરસાદે વિદાય નથી લીધી. તેવામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. rain forecast in gujarat, Meteorological Department.
હવામાન વિભાગે કરી આગાહી હવામાન વિભાગની આગાહી (Meteorological Department) મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની હોવાથી હવે 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ સાથે જ વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની (rain forecast in gujarat) આગાહી છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી.
અહીં ધોધમાર વરસાદ મહત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં 4 ઈંચ વરસાદ (Meteorological Department) ખાબક્યો છે. જ્યારે વલસાડમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જિલ્લાના ખેરગામમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો (rain forecast in gujarat) હતો.