ગુજરાત

gujarat

ETV Bharat / city

વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં અહિં પડે શકે છે ભારે વરસાદ - Rain in Gujarat

રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ(Cloudy weather in Gujarat) જોવા મળતાં ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારમાં બફારો જોવા મળી રહ્યો છે, તો અનેક વિસ્તારમાં વરસાદ(Rainy weather in Gujarat) પણ જોવા મળી રહ્યો છે.

વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી
વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી

By

Published : Jun 12, 2022, 12:45 PM IST

અમદાવાદ : કાળઝાળ ગરમીથી કંટાળેલા લોકો હવે વરસાદની રાહ જોઇ રહ્યા(Rainy weather in Gujarat) છે. આ ગરમી વચ્ચે ઠંડકના સમાચાર પણ સામે પણ સામે આવી રહ્યા છે. આગામી સમયમાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ(Rain in Gujarat) પડવાની શક્યતાઓ પણ સેવાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં ચોમાસુંGujarat Meteorological Department Forecast સારી ગતિએ આગળ વધી રહ્યું છે.

વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી

આ પણ વાંચો - વરસાદની ધમાકેદાર એન્ટ્રી, આ શહેરથી મેઘરાજાએ કર્યા શ્રી ગણેશ

આ વિસ્તારમાં પડશે વરસાદ - હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાર દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થન્ડર સ્ટોર્મની અસરો જોવા મળશે. અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની પડવાની સંભાવના છે.

હવામાન વિભાગની મોટી આગાહી - દેશમાં પણ અમુક રાજ્યમાં વરસાદની શરુઆત થઇ ચૂકી છે. ગોવા બાદ દક્ષિણ - પશ્ચિમના રાજ્યમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં સતત ગરમી માંથી હવે ઠંડક પ્રસરતી જોવા મળી રહી છે. IMDના રિપોર્ટ પ્રમાણે આગામી સપ્તાહની અંદર મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચો - સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, શહેરીજનોને ગરમીમાંથી મળી મુક્તિ

વિધિવત ચોમાસાની શરુઆત - હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈમાં 11 જૂનથી ચોમાસું વિધિવત રીતે ચાલું થઇ ગયું છે. IMDના રિપોર્ટ અનુસાર, ચોમાસું સારી ગતિએ આગળ વધી રહ્યું છે. મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો જેવા કે ગોવા અને આસપાસના કોંકણ વિસ્તારોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન પવન લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details