અમદાવાદઃ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 તારીખ સુધી ભારે વરસાદ પડવાની આગાહી (Meteorological Department forecast) કરી છે. જોકે, અહીં છેલ્લા ઘણા સમયથી છૂટોછવાયો વરસાદ આવી જ રહ્યો છે. તેવામાં ગયા વર્ષ કરતા આ વર્ષે ચોમાસું સારું જાય તેવી હવામાન વિભાગે આગાહી (Rainfall forecast in Gujarat) કરી છે.
1 જુલાઈ સુધીમાં પડશે અતિભારે વરસાદ - ગુજરાત હવામાન વિભાગે રાજ્ય અને સૌરાષ્ટ્ર પંથકની અંદર સારો વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે. ત્યારે મળતી માહિતી મુજબ, 1 જુલાઈ સુધીમાં રાજ્યની અંદર ભારેથી અતિભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast ) પ્રમાણે, 5 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યની અંદર અને વલસાડમાં સારામાં સારો ઝાપટાંથી લઈને ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે. આથી ગુજરાતમાં સમગ્ર રાજ્યની અંદર અને વલસાડના અંતરિયાળ ગામડાઓની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. તેવા એંધાણ છે.
ભારે પવન ફૂંકાવાની શક્યતા - સાથેસાથે પોરબંદર, જાફરાબાદ, દમણની ઉપરાંત દરિયાકાંઠાના ઘણા કિનારાની અંદર 30થી લઈને 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે (29 જૂન) અને કાલે (30 જૂન) સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી (Meteorological Department forecast) કરવામાં આવી રહી છે.