ગુજરાત

gujarat

ETV Bharat / city

ગટરમાં પડતા 7 વર્ષની બાળકીનું મૃત્યું, આરોગ્ય મંત્રી દોડ્યા - undefined

મહેસાણાના વિસનગરમાં બાળકી (Mehsana Visnagar Nagar palika) ગટરની લાઈનમાં ફસાઈ જતા દોડધામ થઈ ગઈ હતી. જોકે, આ બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં (Visnagar Fire Team) આવી હતી. દોઢથી બે કલાક સુધી બાળકી અટવાઈ રહેતા તંત્ર ઊંધા માથે થઈ ગયું હતું.

ગરટલાઈનમાં પડતા 7 વર્ષની બાળકીનું મૃત્યું, આરોગ્ય મંત્રી દોડ્યા
ગરટલાઈનમાં પડતા 7 વર્ષની બાળકીનું મૃત્યું, આરોગ્ય મંત્રી દોડ્યા

By

Published : Aug 5, 2022, 9:19 PM IST

Updated : Aug 6, 2022, 5:59 AM IST

મહેસાણા:મહેસાણાના વિસનગરમાં (Mehsana Visnagar Nagar palika) વરસાદી પાણી વિધ્નરૂપી સાબિત થઈ રહ્યા છે. જેમાં એક બાળકી પડી જતા દોડઘામ મચી ગઈ હતી. વિસનગરમાં શુકન હોટેલ પાસે 7 વર્ષની બાળકી ગટર લાઈનમાં ખાબકતા (Visnagar Fire Team) તંત્ર યુદ્ધના ધોરણે દોડતું થઈ ગયું હતું. જેને બહાર કાઢવા માટે આકાશ પાતાળ એક કરવા પડ્યા હતા. જોકે, બે કલાકની ભારે જહેમત બાદ બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. પણ બાળકીનું મૃત્યું થઈ ગયું છે. બાળકીને સારવાર હેતું હોસ્પિટલમાં (Refer to Hospital for Treatment) ખસેડવામાં આવી હતી. પણ બાળકી બચી શકી નહીં.

આ પણ વાંચો: ખાખી Vs ખેપિયા: અંકલેશ્વરમાં બેંક લૂંટ, સામસામું ફાયરિંગ

ટીમ કામે લાગી:આ બાળકીને શોધવા માટે નગરપાલિકાની ટીમ કામે લાગે હતી. ત્રણ જેસીબીની મદદથી ફાયર વિભાગે બાળકીને શોધવા માટે પગલાં લીધા હતા. સૌથી મોટો પડકાર એ હતો કે, વરસાદ ચાલું હોવાને કારણે ગટરલાઈનમાં પાણી ભરાવા લાગ્યું હતું. બે કલાકના અંતે બાળકી મળી આવી હતી. આ ઘટનાને લઈ રસ્તો તોડવાની કામગીરી પણ તાત્કાલિક કરવામાં આવી હતી. પણ આવી ઘટના બનતા તંત્રની લોલમલોલ સામે આવી છે. આ ઘટના સામે આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. રેસક્યૂ ટીમે કામગીરી કરી હતી. પણ બાળકી વરસાદી પાણીમાં અટવાઈ ગઈ હતી. જેને પછીથી બહાર કાઢવામાં આવી હતી.

પ્રધાન પહોંચ્યાઃબાળકીના દુર્ઘટનાનો પગલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને વિસનગરના ધારાસભ્ય વિસનગર સિવિલ પહોંચ્યા હતા. વિસનગર એ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવાસસ્થાન છે. જે આ ઘટના બની એનાથી થોડે જ દૂર આવેલું છે. વરસાદના પાણીને કારણે ખુલ્લી ગટરમાં બાળકી પડી હતી. મહેસાણા જિલ્લામાં શુક્રવારે બપોરે બાદ ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઈ વિસનગર શહેરમાં એક જનકલકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે જ્યાં જુવો ત્યાં પાણી દેખાય તેવી પરિસ્થિતિ વચ્ચે કાંસા ચાર રસ્તા નજીક એક વિદ્યાર્થીની સાયકલ લઈ જતા રસ્તાની બાજુમાં આવેલ ગટરમાં પડી ગઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં બાળકીઓના જીવ પર જોખમ! કુવામાંથી મળી આવેલ બાળકીનું સારવાર દરમિયાન થયું મૃત્યું

શું કહ્યું તબીબોએઃ જોકે હજાર તબીબોએ બાળકી લાંબા સમય સુધી પાણીમાં ગરકાવ રહેતા તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરતા વિસનગર પોલીસે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જેઓ વિસનગરના ધારાસભ્ય પણ છે તેઓ પોતાના તમામ કામકાજ પડતા મૂકી ગાંધીનગરથી વિસનગર સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવી બાળકી સાથે બનેલ દુર્ઘટના માટે દુઃખ વ્યક્ત કર્યું.

સ્થિતિ ગંભીર: જ્યારે આ બાળકીને બહાર કાઢવામાં આવી ત્યારે એની સ્થિતિ ગંભીર હતી. જેને 108 મારફતે સારવાર હેતું હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દર વર્ષે તંત્ર પ્રી-મોનસુન કામગીરીને લઈને પૈસા અને સમયનો વેડફાટ કરે છે એવું આ ઘટના પરથી કહી શકાય છે. જ્યારે પણ ધોધમાર વરસાદ પડે છે ત્યારે તંત્રની પ્રી-મોનસુન કામગીરી પાણીમાં બેસી જાય છે.

Last Updated : Aug 6, 2022, 5:59 AM IST

ABOUT THE AUTHOR

...view details