ગુજરાત

gujarat

ETV Bharat / city

વાહન સંચાલક મંડળની 22મીએ મુખ્યપ્રધાન સાથે મુલાકાત - All Gujarat Tourist Vehicle Management Board

અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઇને રાજય સરકારને રજૂઆત કરી હતી. જેને લઇને રાજયના વાહન વ્યવહાર પ્રધાન આર.સી ફળદુ દ્વારા વાહન સંચાલકોનો મુદ્દો કેબિનેટની બેઠકમાં ઉઠાવવાના છે. વાહન સંચાલકોની માગને લઇને મહામંડળના પ્રમુખ દિનેશ અણધણ છેલ્લા ત્રણ દિવસથી ધરણા પર હતા. રજૂઆતને ધ્યાનમાં લેતા પ્રમુખે ધરણાને પૂર્ણ કર્યા હતા.

vahan
વાહન સંચાલક મંડળની 22મીએ મુખ્યપ્રધાન સાથે મુલાકાત

By

Published : Apr 21, 2021, 6:45 AM IST

  • કેબિનેટની બેઠકમાં વાહન સંચાલકોનો મુદ્દો ઉઠશે
  • વિવિધ 6 માગણીઓની સરકાર સમક્ષ કરવામાં આવી છે માગ
  • માગણીઓ નહીં સંતોષાતા સંચાલકો વાહનોને RTOમાં કરાવશે જમા

અમદાવાદઃ રાજયમાં કોરોનાની મહામારીને લઇને મોટા ભાગના ઉદ્યોગોની કમર તૂટી ગઇ છે. હવે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ દ્વારા પોતાની વિવિધ માગણીઓને લઇને સરકાર સામે બાંયો ચડાવી લીધી છે અને જો રાહત નહીં આપવામાં આવે, તો વાહનો RTOમાં જમા કરાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારમાં આવી છે.

ધંધો તૂટી ભાંગ્યો

કોરોનાની મહામારીમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ધંધો પડી ભાંગ્યો છે. જેને લઇને સરકાર દ્વારા છ મહિના રાહત આપવામાં આવી હતી. તેને આગામી સમયમાં પણ આપવામાં આવે તેવી સંચાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે. તો બીજી તરફ બંધ પડેલા વાહનો ઉપર સરકાર દ્વારા ટેક્સ લેવામાં આવે છે. તેને પણ બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તમામ રજૂઆતોને લઈને વાહનચાલકોએ સરકાર સાથે મુલાકાત કરી હતી. પરંતુ કોઇપણ જાતનો ઉકેલ આવ્યો નથી.

આ પણ વાંચો : શ્રી ખાટુશ્યામ બાબાના ભંડારાનો લાભ સૌને મળે તે અંતર્ગત સુરતનો પરિવાર ધરણા પર બેસશે

આર.સી.ફળદુએ આપ્યું આશ્વાસન

વાહન ચાલકોની માંગણીને લઇને મહામંડળના પ્રમુખ 17 એપ્રિલના રોજ ધરણા પર ઉતર્યા હતા. જેને લઇને રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ ટેલિફોનિક વાતચીત કરી હતી. અને કહ્યું હતું કે, વાહન ચાલકોની માગણીને કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. અને 22 એપ્રિલના રોજ વાહન સંચાલકો સાથે એક બેઠક યોજવામાં આવશે. જેમાં વિગતવાર વાહનચાલકોની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.

વાહન સંચાલક મંડળની 22મીએ મુખ્યપ્રધાન સાથે મુલાકાત


આ પણ વાંચો : વાંકાનેરમાં કોંગ્રેસ સદસ્ય અપહરણ મામલે પોલીસ મથકે ધરણા, આપવામાં આવી લેખિત અરજી


માગ નહીં સંતોષાય તો વાહનો કરશે જમા

વાહન સંચાલકોએ પોતાની માંગણીઓ નહીં સંતોષાતા તમામ વાહનોને આરટીઓમાં જમા કરાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડલાઈન મુજબ માત્ર 80 ટકા મુસાફરો કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઇને મોટી નુકસાની ભોગવવી પડે છે. જેને લઇને વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details