ગુજરાત

gujarat

By

Published : Sep 14, 2020, 4:39 PM IST

ETV Bharat / city

મેડિકલ એસોસિએશનની દર્દભરી અપીલ, ગરબાની મંજૂરી મળશે તો કોરોના વાઈરસનો રાફડો ફાટી નીકળશે

નવરાત્રિમાં ગરબાની મંજૂરી મળવી જોઇએ કે નહીં તેને લઈને સરકાર અસમંજસમાં જોવા મળી રહી છે, પરંતુ ખેલૈયાઓ ગરબાની પરવાનગી મળવી જોઈએ તેવી ઇચ્છા દર્શાવી રહ્યાં છે. બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ગરબાની પરવાનગી ન મળવી જોઈએ તેવી સ્પષ્ટ ભાષામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે.

મેડિકલ એસોસિએશનની દર્દભરી અપીલ, ગરબાની મંજૂરી મળશે તો કોરોના વાઈરસનો રાફડો ફાટી નીકળશે
મેડિકલ એસોસિએશનની દર્દભરી અપીલ, ગરબાની મંજૂરી મળશે તો કોરોના વાઈરસનો રાફડો ફાટી નીકળશે

અમદાવાદઃ નવરાત્રિને લઈને ગરબા રસિકો, ગરબા આયોજકો અને સરકાર ત્રણેય અસમંજસમાં જોવા મળી રહ્યાં છે. કારણ કે, ગરબાનું આયોજન કરવું તો કઈ રીતે કરવું, કઈ-કઈ ગાઈડલાઈન હેઠળ મંજૂરી આપવી તેને લઈને સરકાર વિચારણા કરી રહી છે, ત્યારે હવે અમદાવાદ મેડિકલ એસોસિએશન ગરબાની પરવાનગી ન મળવી જોઈએ તેવી સ્પષ્ટતા સાથે મેદાનમાં આવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનેે ગરબાને મંજૂરી ન આપવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખીને જાણ કરી છે.

આ વર્ષે ગરબાનું આયોજન નહીં કરવાની માગ તબીબો કરી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબોએ કહ્યું કે, ગરબા કોઈ જીવન જરૂરિયાત વસ્તુ નથી. માત્ર એન્ટરટેઇનમેન્ટ માટે લોકો ગરબા રમતાં હોય છે. કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને રોકવા માટે ગરબાનું આયોજન અને તેની મંજૂરી આપવી તે યોગ્ય બાબત ગણી શકાય તેમ નથી. આ સાથે જ તબીબોએ એક વર્ષ માટે ગરબાનો મોહ નહીં રાખવા તમામ લોકોને અપીલ કરી છે.

મેડિકલ એસોસિએશનની દર્દભરી અપીલ, ગરબાની મંજૂરી મળશે તો કોરોના વાઈરસનો રાફડો ફાટી નીકળશે

ગરબાની પરવાનગી મામલે અમદાવાદ મેડિકલ એસોસિેએશનના પ્રેસિડન્ટ ડૉક્ટર મોના દેસાઈએ જણાવ્યું કે, ગરબાની પરવાનગી મળે તો છે. હાલમાં હોસ્પિટલોમાં બેડ ખાલી નથી એવી સ્થિતિમાં જો પરવાનગી મળે તો પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની જશે. લોકો રસ્તા પર માસ્ક નથી પહેરતાં તો માસ્ક સાથે ગરબા કેવી રીતે રમશે તે વાત પણ ખૂબ જ અશક્ય માનવામાં આવી રહી છે. બાળકો ગરબામાં મોટી સંખ્યામાં દેખાય છે, ત્યારે બાળકો માટે ગરબાનું આયોજન મુશ્કેલી સર્જી બની જશે. કારણ કે, કોરોનાનો હાલ કોઈ સ્પષ્ટ ઈલાજ થઈ શકતો નથી, ત્યારે છેલ્લા 6 મહિનાથી સતત ડૉક્ટરો અને અન્ય કર્મચારીઓ સતત લોકોની સેવામાં કાર્યરત છે. જેથી ગરબાની પરવાનગી મળશે તો તબીબો માટે મહેનત વધી જશે અને પરિસ્થિતિ પણ વધુ વિકટ બનશે.

આ સાથે જ શેરીગરબા પણ આ વર્ષે ન યોજાવા જોઈએ. કારણ કે, તમામ લોકોના હિતમાં અમદાવાદ મેડિકલ એસોસિએશને પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે, હાલ કોરોના સ્ટેજ-3માં ચાલી રહ્યો છે અને લોકલ ટ્રાન્સમિશન દિવસેને દિવસે વધી રહ્યું છે. જેથી આવી સ્થિતિમાં ગરબાનું આયોજન કે ગરબાનો શોખ આ વર્ષે ન કરીએ તો તમામ લોકોના હિતમાં રહેશે.

અમદાવાદ મેડિકલ એસોસિએશન આ તમામ અપીલો કરીને ડૉક્ટરની મહેનત જ અને ડૉક્ટરની પરિસ્થિતિ અંગે સરકારે તથા સામાન્ય નાગરિકોએ વિચારવું જોઇએ, ત્યારે ગરબા આયોજકો માની રહ્યાં છે કે, સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ ગન, માસ્ક તથા ઉકાળો મુકવામાં આવશે. ત્યારે તેનો પ્રત્યુત્તર આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશને જણાવ્યું કે, સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબા જળવાઇ શકે જ નહીં, થર્મલ ગન મારફતે શરૂઆતમાં ટેમ્પરેચર સામાન્ય જ નોંધાય, પરંતુ ગરબા રમ્યાં બાદ ટેમ્પરેચર વધી જતું હોય છે અને તેના કારણે કોરોના વાઇરસનું સંક્રમણ પણ વધી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. જેથી સરકાર અને આયોજકોએ પણ આ બાબતે ખૂબ વિચારવું જરૂરી બન્યું છે.

અમદાવાદથી પાર્થ શાહનો અહેવાલ

ABOUT THE AUTHOR

...view details