ગુજરાત

gujarat

ETV Bharat / city

Md ડ્રગ્સ લીધા બાદ યુવકનું મૃત્યુ, દીકરાના મૃત્યુનું રહસ્ય જાણવા પરિવાર ખાઈ રહ્યું છે પોલીસ સ્ટેશનના ધક્કા - Murder of a young man

વેજલપુરમા MD ડ્રગ્સ લીધા બાદ યુવકનુ શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવી. પોલીસે FSLની મદદથી તપાસ શરૂ કરી, જયારે પરિવારે યુવકની હત્યા થઈ હોવાના આક્ષેપો કર્યા. આ યુવક છેલ્લે એક યુવતી સાથે હોટલમા જોવા મળ્યો હતો. યુવતી અને MD ડ્ગ્સના આક્ષેપો વચ્ચે પોલીસે તપાસ તેજ કરી.

death
Md ડ્રગ્સ લીધા બાદ યુવકનું મૃત્યુ, દીકરાના મૃત્યુનું રહસ્ય જાણવા પરિવાર ખાઈ રહ્યું છે પોલીસ સ્ટેશનના ધક્કા

By

Published : Aug 22, 2021, 12:50 PM IST

  • એકનો એક દીકરાના મૃત્યુનું રહસ્ય જાણવા પરિવારની આજીજી
  • રક્ષાબંધનના દિવસે ભાઈને ન્યાય આપવાની બહેનની માગ
  • મૃત્યુ પહેલા યુવક વાસણાની હોટલમાં યુવતીઓ સાથે દેખાયો


વેજલપુર: ફતેહવાડીમા રહેતા 29 વર્ષના યુવક સલમાન મિર્જાનુ 25 જૂનના રોજ શકાસ્પદ મૃત્યુ થયું હતુ. પોતાના એકના એક દિકરાનુ મૃત્યુ થતા પરિવાર આઘાતમા છે. બહેન અને મા-બાપનો ઘડપણની લાઠી છીનવાઈ જતા તેઓ ન્યાય માટે વલખા મારી રહયા છે. સલમાન મિર્જી 23 જૂને ઘરેથી નીકળ્યો હતો અને ત્યાર બાદ 24 જૂનના રોજ તેના મિત્રો બેભાન અવસ્થામા ઘરે લઈને આવ્યા હતા. સલમાને MD ડ્ગ્સ લીધુ હોવાથી નશામા હોવાનુ કહીને મિત્રો નીકળી ગયા હતા,પરંતુ સાંજે તેની હાલત ખરાબ થતા મિત્રો ડોકટર પાસે લઈ ગયા હતા અને પાછા ઘરે મુકી ગયા હતા, પણ સલમાનની હાલત સુધરવાના બદલે વધારે બગડી રહી હતી. બીજા દિવસે પરિવારે સોલા સિવિલ હોસ્પીટલ લઈ જતા સારવાર દરમ્યાન સલમાનનુ મૃત્યું થયું હતું. આ ઘટનાથી આખો પરિવાર આઘાતમાં છે.. પોતાના લા઼ડકવાયા દિકરાની મૃત્યુનું કારણ જાણવા પરિવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાય રહ્યો છે.

છેલ્લીવાર યુવતી સાથે દેખાયો હતો સલમાન

સલમાન મિર્ઝાના શંકાસ્પદ મૃત્યુને લઈને વિવાદ સામે આવ્યો છે, કારણ કે સલમાન મૃત્યુની પહેલા વાસણાની એક હોટલ બે યુવતી સાથે જોવા મળ્યો હતો. જેમા એક યુવતી સાથે તે રૂમમા જાય છે અને સવારે લથડીયા ખાતો બહાર નીકળે છે. પરિવારનો આરોપ છે કે સલમાનને એમડી ડ્ગ્સનો ઓવરડોઝ આપીને તેના ગુપ્તાંગ પર ફેવીક્લીક લગાવી દીધી હતી. જેથી તેનુ મૃત્યું થયું છે. પરંતુ ડોકટરના રિપોર્ટમા હજુ સુધી ફેવીક્વીક કે ડ્ગ્સને લઈને કોઈ સ્પષ્ટતા નહિ થઈ હોવાનુ પોલીસનુ કહેવુ છે. જેથી પોલીસે આ શંકાસ્પદ મૃત્યુને લઈને એફએસએલની મદદ લીધી છે.

Md ડ્રગ્સ લીધા બાદ યુવકનું મૃત્યુ, દીકરાના મૃત્યુનું રહસ્ય જાણવા પરિવાર ખાઈ રહ્યું છે પોલીસ સ્ટેશનના ધક્કા

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી સ્વ.ક્લાયણ સિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરી

રિક્ષા ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો સલમાન

સલમાન રિક્ષા ચલાવીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. માતા-પિતા અને બે બહેનોની જવાબદારી તેના પર હતી, પરંતુ સલમાનના મૃત્યુનુ કારણ હજુ અકબંધ છે.. પોલીસની તપાસમા છેલ્લા સલમાન સાથે જોવા મળતી આ યુવતી તેની પૂર્વ ફિયાન્સી હતી.. પાંચ વર્ષ પહેલા તેમની સગાઈ થઈ હતી અને એક વર્ષ બાદ બન્ને સગાઈ તુટી ગઈ હતી. પરંતુ તેઓ સંપર્કમા હતા. આ યુવતીની પણ પોલીસે પુછપરછ કરી પરંતુ હજુ સુધી સલમાનના મૃત્યુનું કોઈ કારણ જાણવા નથી મળ્યુ. હાલમા પોલીસે એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :બહેન રડી રહી છે ચોધાર આસુંએ, કોરોના કાળમાં તહેવારો બન્યા સુના

ABOUT THE AUTHOR

...view details