સોશિઅલ ડિસ્ટન્સના અભાવે મેમનગર વિસ્તારનું મેકડોનાલ્ડ આઉટલેટ સીલ કરાયું
વૈશ્વિક મહામારી કોરોનાનો ગુજરાતમાં અને તેમાં પણ આર્થિક રાજધાની અમદાવાદમાં મહાભરડો છે. તેમ છતાં સોશિઅલ ડિસ્ટન્સ અને માસ્ક જેવા ખૂબ જ જરુરી બચાવ પગલાં લેવાની કાળજીની બાબતે શહેરીજનોમાં ભારે ઉદાસીનતા જોવા મળે છે. વસ્ત્રાપુર સ્થિત મોલને આ કારણે સીલ કર્યાંને ગણતરીના કલાકોમાં બીજી એક જાણીતી જગ્યાએ પણ આ જ કારણે સીલ વાગ્યાંના સમાચાર સામે આવ્યાં છે. મેમનગર જેવા સંપન્ન વિસ્તારમાં આવેલ મેકડોનાલ્ડ આઉટલેટમાં સોશિઅલ ડિસ્ટન્સના પાલનના અભાવને લઇને સીલ મારવામાં આવ્યું છે.
સોશિઅલ ડિસ્ટન્સના અભાવે મેમનગર વિસ્તારનું મેકડોનાલ્ડ આઉટલેટ સીલ કરાયું
અમદાવાદઃ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વિભાગ દ્વારા સોશિઅલ ડિસ્ટન્સનું પાલન ન થતાં અને માસ્ક ન પહેરતાં લોકો સામે કડક કાર્યવાહી થઇ રહી છે ત્યારે સોશિઅલ ડિસ્ટન્સના અભાવે શહેરના મેમનગર વિસ્તારમાં આવેલ મેકડોનાલ્ડનું આઉટલેટ આજે સીલ કરવામાં આવ્યું છે.